Pix: સલમાનની બહેન અર્પિતાની મહેંદી સેરેમની, રસ્તા પર ફેન્સની ભીડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મહેંદી સેરેમની વખતે ફ્રેન્ડ્સ સાથે અર્પિતા ખાન)
મુંબઇ: સલમાન ખાનની બહેન અર્પિતાના લગ્નની વિધિઓની શરૂઆત થઇ ચૂકી છે. હાલમાં જ ગુહ પ્રવેશ પછી ગત રાત્રે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં તેની મહેંદી સેરેમની યોજાઇ હતી. આ પ્રસંગે આખી બિલ્ડિંગને લાઇટ અને ફૂલોથી સજાવવામાં આવી હતી. ગેલેક્સીની અંદર અર્પિતાની મહેંદીનું સેલિબ્રેશન ચાલી રહ્યું હતું, ત્યાં જ એપાર્ટમેન્ટની બહાર સલમાનના ફેન્સની ભીડ જમા થઇ ગઇ હતી.
સલમાનના બોડીગાડ્સ સ્થિતિને નિયંત્રિત કરતાં નજરે પડ્યાં હતાં. મહેંદી સેરેમની અંગત રાખવામાં આવી હતી, જેમાં માત્ર કેટલાક ફ્રેન્ડ્સ અને પારિવારિક લોકો જ સામેલ હતાં. અર્પિતાની સંગીત સેરેમની બાન્દ્રા સ્થિતિ હોટલ તાજમાં યોજાશે, જેમાં બોલિવૂડની કેટલીક ખાસ હસ્તીઓ નજરે પડી શકે છે.
આગળ જુઓ, સંગીત સેરેમની વખતે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહારની તસવીરો...