દેઓલ પરિવારની ઇવેન્ટમાંથી શાહરૂખે કર્યો સલમાનને 'બહાર'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં 'યમલા પગલા દિવાના 2'નું મ્યૂઝીક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલિવૂડનાં લગભગ મોટાભાગનાં સ્ટાર્સ હાજર હતાં.

આ ઇવેન્ટનાં શાહરૂખ ખાન, આમિર ખાન, રીતિક રોશન અને અક્ષય પણ સામેલ થયા હતાં. પરંતુ સલમાન ખાન ક્યાંય જોવા મળ્યો ન હતો. તેની ગેરહાજરી સૌ કોઇને ઉડીને આંખે વળગે તેવી હતી.

પરંતુ મ્યૂઝીક લોન્ચની આ ઇવેન્ટમાં હાજર રહેલા એક સૂત્રએ જણાવ્યું કે, આ પ્રસંગે સલમાન આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ શાહરૂખ ખાનની હાજરીને કારણે સલમાન આ કાર્યક્રમથી અળગો રહ્યો હતો.

સલમાન અને શાહરૂખની દુશ્મનાવટ અંગે વધુ જાણવા આ તસવીરો બદલો