• Gujarati News
  • Salman Khan's Close Confidante Actor Inder Kumar Arrested For Rape

સલમાનના ખાસ મિત્ર અને અભિનેતાની બળાત્કારના આરોપ હેઠળ ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ અભિનેતા ઈન્દરકુમારની બળાત્કારના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે, 22 વર્ષીય મોડલે ઈન્દરકુમાર પર બોલિવૂડમાં કામ આપવાની વાત કરી હતી અને પોતાના ઘરે રાખી હતી.
આ બંને વચ્ચે સંબંધો બંધાયા હતાં. આ બે વચ્ચે શારીરિક સંબંધો પણ હતાં. જોકે, ઈન્દર કુમારે આ મોડલને કોઈ કામ અપાવ્યું નથી. પોલીસ અધિકારી હાલમાં આ કેસને કાસ્ટિંગ કાઉચનો માની રહી છે.
દિવ્યભાસ્કરડોટકોમે જ્યારે પીડિતા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે ઈન્દરકુમારે તેનું શોષણ કર્યું છે. હાલમાં પીડિતાને મુંબઈની કૂપર હોસ્પિટલ તબીબી તપાસ અર્થે મોકલવામાં આવી છે. જ્યારે ઈન્દરકુમારની પોલીસે ધરપકડ કરી છે. ઈન્દર કુમાર અને પીડિતા લીવ-ઈનમાં રહેતા હતાં.
ઈન્દર કુમારે સલમાન ખાન સાથે અનેક ફિલ્મ્સમાં કામ કર્યું છે અને તે સલમાનનો નિકટનો મિત્ર પણ ગણાય છે.
પોલીસ પીડિતા અને ઈન્દરકુમાર બંનેની પૂછપરછ કરશે. ઈન્દરકુમારે દાવો કર્યો છે કે તેમની વચ્ચે સંમિતથી સંબંધો બંધાયા હતાં. ઈન્દરે વધુમાં કહ્યુ હતુ કે તે અને તેની પત્ની 24મી એપ્રિલના રોજ વર્સોવા પોલીસ સ્ટેશન ગયા હતાં. તેની પત્નીએ તેની વિરૂદ્ધ પીડિતા સાથે લગ્નેત્તર સંબંધ હોવાની ફરિયાદ કરી હતી. અલબત્ત, બ્રાંદ્રા કોર્ટે ઈન્દર કુમારને 30 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.
(પીડિતાએ નિવેદનમાં જણાવી પોતાની વ્યથા, કોણ છે ઈન્દર કુમાર, કઈ-કઈ ફિલ્મ્સમાં કર્યું હતું કામ, જાણવા માટે કરો આગળ ક્લિક....)