• Gujarati News
  • Arpita Khan's Wedding: Grand Preparations For Salman's Sister Shaadi

ખાન પરિવારમાં લગ્નની વિધિ શરૂઃ અર્પિતાની આજે છે પીઠી, 18મીએ ફેરા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ અર્પિતા માતા સલમા તથા ભાઈ સોહિલ સાથે)
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની બહેન અર્પિતા ખાન 18મીએ દિલ્હીના આયુષ શર્મા સાથે હૈદરાબાદની ફલકનુમામાં લગ્ન કરવાની છે. રવિવારના રોજ અર્પિતા ખાનની મહેંદી, હલ્દી(પીઠી) અને સંગીત સેરેમની યોજાવાની છે. અર્પિતાની મહેંદી તથા પીઠીની વિધિ ઘરમાં જ રાખવામાં આવી છે. જ્યારે સંગીત સેરેમની મોડી રાત્રે બ્રાંદ્રાની ફાઈવ સ્ટાર હોટલ તાજ લેન્ડ્સ એન્ડમાં યોજાશે.
18મીએ લગ્ન હૈદરાબાદમાં લગ્ન છે. 19મીએ ફલકનુમામાં એક ભવ્ય લંચનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈમાં 21મીના રોજ રિસેપ્શન યોજાનાર છે.

અર્પિતા ખાનના લગ્ન ખાસ બની રહે તે માટે સલમાને પૂરતા પ્રયાસો કર્યા છે. અર્પિતાની ઈચ્છા હૈદરાબાદમાં ફલકનુમા પેલેસમાં લગ્ન કરવાની ઈચ્છા છે અને તેના ભાઈ સલમાને તેની આ ઈચ્છા પૂર્ણ કરી છે. સલામને આખા અઠવાડિયા માટે આ પેલેસ રૂપિયા ત્રણ કરોડમાં બુક કરાવ્યો છે. જેમાં અર્પિતા અને આયુષ માટે પ્રેસિડેન્સિયલ સ્યુટ જ્યારે વીઆઈપી મહેમાનો માટે 3 ગ્રાન્ડ રોયલ સ્યુટ્સ,7 રોયલ સ્યુટ્સ અને 3 હિસ્ટોરીકલ સ્યુટ્સમાં ઉતારો અપાશે. અર્પિતા અને આયુષ પ્રેસેડેન્શીયલ સ્યુટમાં રહેશે. અર્પિતા જે રૂમમાં રહેવાની છે, તેનુ ભાડું રોજનું પાંચ લાખ રૂપિયા છે.

(આગળ ક્લિક કરીને વાંચો, તાજ લેન્ડ્સ એન્ડમાં યોજાશે ભવ્ય રિસેપ્શન...)