• Gujarati News
  • Salman Khan Reach At Hyderabad For His Sister Marriage

Pix: અર્પિતાના લગ્ન માટે હૈદરાબાદ પહોંચ્યો સલમાન ખાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સલમાન ખાન અને તેનો બોડીગાર્ડ શેરા)
મુંબઇ: આજે હૈદરાબાદમાં બોલિવૂડ અભિનેતા સમલાન ખાનની બહેન અર્પિતાના લગ્ન છે. ખાન પરિવાર સોમવારે સાંજે હૈદરાબાદ એરપોર્ટે આવી પહોંચ્યો હતો. અહીંથી તેઓ સીધા ફલકનુમા પેલેસે જવા રવાના થયા હતા.
અર્પિતા અને તેના પરિવારની અન્ય મહિલાઓને ટાઇટ સિક્યોરિટી સાથે હોટલ ફલકનુમા પેલેસ પહોંચાડવામાં આવી હતી. આ પછી સલમાન ખાન એરપોર્ટ પર આવી પહોંચ્તાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સલમાન પણ એરપોર્ટ પરથી સીધો ફલકનુમા પેલેસ રવાના થયો હતો.
આ દરમિયાન ફલકનુમા પેલેસ જતાં રસ્તાની બન્ને બાજુ સલમાનના ફેન્સ તેની ઝલક જોવા માટે ઉભા હતાં, પણ ટાઇટ સિક્યોરિટીને લીધે તેઓ નિરાશ થયાં હતાં.
આગળ જુઓ, અન્ય તસવીરો...