ભાસ્કર ગ્રૂપે શરૂ કરી બોલિવૂડ વેબસાઇટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાસ્કર સમૂહે બોલિવૂડના વિસ્તૃત અહેવાલો અને સૌથી ઝડપી અપડેટ આપવા માટે વેબસાઇટ bollywoodbhaskar.comનો આરંભ કર્યો છે. તાજેતરમાં જ દિલ્હીમાં સુપર સ્ટાર સલમાન ખાને આ સાઇટ યૂઝર્સને સમર્પિત કરી. તે સાઇટ પર બોલિવૂડના તમામ સમાચાર સૌથી પહેલા અને દિવસભર સૌથી ઝડપી અપડેટ મળશે. ફિલ્મી દુનિયાના અંદરના સમાચારો પણ અલગ અંદાજમાં રજૂ થશે. ઇન્ટરનેશનલ ડિઝાઇનમાં તૈયાર થયેલી આ વેબસાઇટ પર પાર્ટીઝનું એક અલગ સેકશન છે. તેમાં સેલેબ પાર્ટીની તસવીરો જોવા મળશે. તે ઉપરાંત ફિલ્મ રિવ્યૂ, પ્રિવ્યૂ તો હશે જ. તમે જાતે તમારો રિવ્યૂ પોસ્ટ કરી શકશો.

કન્ટેન્ટ જ નહીં પરંતુ ડિઝાઇન પણ એવી તૈયાર કરવામાં આવી છે કે રીડર્સને બોલિવૂડ લુક ફિલ સાથે ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલી તમામ વાત જાણવા મળશે. સલમાન ખાને સાઇટ લોન્ચ કરતાં bollywoodbhaskar.comને શુભેરછાઓ આપતાં આશા વ્યકત કરી હતી કે સાઇટ દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને તે સન્માન મળશે કે જેનો તેને અધિકાર છે. તેમણે કાહ્યું કે વેબસાઇટ ગોસીપ જેવા સમાચારોથી દૂર રહેશે કે જેનો કોઇ આધાર ના હોય અને જેના કારણે કોઇના સન્માનને ઠેસ ના પહોંચે. હું પણ એવા સમાચાર વાંચવાનું પસંદ કરીશ કે જેમાં વિના કારણ ગોસીપ ના હોય.તો બોલિવૂડની પ્રત્યેક ખબર અને પાર્ટી ફોટોની સૌથી ઝડપી અપડેટ માટે લોગઓન કરો bollywoodbhaskar.com

લોન્ચિંગ પ્રસંગે સલમાન ખાન સાથે ભાસ્કર સમૂહની ડિજિટલ કંપની આઇએમસીએલના સીઇઓ જ્ઞાન ગુપ્તા.