સલીમ-જાવેદના 'દોસ્તાના' વચ્ચેની 'દિવાર' તૂટી, ફરી થશે એક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મની વાર્તા અને પટકથામાં વળાંકો લાવનારી સલીમ-જાવેદની જિંદગીમાં પણ ફિલ્મી સ્ટાઈલમાં ટ્વિસ્ટ અને ટર્ન આવ્યા કરે છે. એક સમયે સાથે મળીને ભારતીય સિનેમાના ઈતિહાસની સર્વશ્રેષ્ઠ ફિલ્મ્સ લખનારી આ જોડી 26 વર્ષ પહેલાં અલગ થઈ ગઈ હતી.જોકે, ફરીવાર તેની જિંદગીમાં એક નવી મૈત્રીનો સૂરજ ઉગ્યો છે.આ જોડીએ 'શોલે થ્રીડી'નું ટ્રેલર સાથે મળીને લોન્ચ કર્યું છે.
સલીમ ખાન અને જાવેદ અખ્તરે 'ઝંજીર','અંદાજ', 'યાદો કી બારાત', 'શોલે', 'દિવાર','ડોન', 'ત્રિશુલ','શાન', 'શક્તિ', 'ક્રાંતિ' અને 'મિસ્ટર ઈન્ડિયા' જેવી સુપરહિટ ફિલ્મ્સ લખી હતી. માત્ર એટલું જ નહીં, બોલિવૂડમાં એંગ્રી યંગમેન નાયક પણ તેમણે જ તૈયાર કર્યો.
તાજેતરમાં 26 વર્ષ પહેલાં 'મિસ્ટર ઈન્ડિયા' ફિલ્મ લખીને અલગ થયેલી આ જોડી જયંતિલાલ ગડ્ડાની 'શોલે 3ડી'ની ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં એક જ પ્લેટફોર્મ પર જોવા મળ્યા છે.
સલીમ-જાવેદની જોડી તૂટવા અને એક થવા અંગે વધુ જાણવા આ તસવીરો બદલો