• Gujarati News
  • Bollywood Actress Dia Mirza And Sahil Sangha Love Story

ન્યૂયોર્કમાં બ્રિજ પર ઘૂંટણીયે પડી સાહિલે દિયાને કહ્યુ'તુ, Will you marry me?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ ન્યૂયોર્કનો બ્રૂકિલન બ્રિજ અને ઈન્સેટમાં દિયા-સાહિલ)
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા તથા સાહિલ સાંઘા 18 ઓક્ટોબરના રોજ આર્યસમાજમાં લગ્ન કરવાના છે. સાહિલ અને દિયાની લવસ્ટોરી પણ કંઈક અંશે ફિલ્મી સ્ટોરીને મળતી આવે છે. દિયા મિર્ઝા અને સાહિલ સાંઘાની પહેલી મુલાકાત ફિલ્મને લઈને થઈ હતી. સાહિલે દિયાને એકદમ ફિલ્મી સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું હતું.

આ રીતે શરૂ થઈ દિયા મિર્ઝાની પ્રેમ કહાનીઃ ફેશન ડિઝાઈનર વિક્રમ ફડનીસે સાહિલ અને દિયાની મુલાકાત કરાવી હતી. સાહિલ ફેશન ડિઝાઈનર વિક્રમ સાથે ફિલ્મ 'સલામ-એ-ઈશ્ક'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો હતો. જોકે, દિયા અને સાહિલને ખ્યાલ જ ના રહ્યો કે તેઓ ક્યારે એકબીજાના પ્રેમમાં પડી ગયા. એક ઈન્ટરવ્યૂમાં સાહિલે કહ્યુ હતુ કે દિયા એકદમ પ્યોર હતી અને તે તેના પ્રેમમાં પડી ગયો હતો. તે દિલની ઘણી જ કોમળ છે અને તેથી જ તે તેને પ્રથમ નજરે જ ગમી ગઈ હતી.

તેમની વચ્ચે ધીરે ધીરે મિત્રતા વધતી ગઈ અને તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતાં. જોકે, દિયા ઈચ્છતી હતી કે સાહિલ તેને પ્રપોઝ કરે પરંતુ સાહિલ એક ખાસ ઘડીની રાહ જોઈ રહ્યો હતો. આ વર્ષે ફ્લોરિડામાં આઈફા એવોર્ડમાં સાહિલ અને દિયા સાથે ગયા હતાં. અહીંયા સાહિલે ન્યૂ યોર્કના બ્રૂકલિન બ્રિજ પર દિયાને પ્રપોઝ કર્યું હતું. સાહિલે ઘુંટણિયે બેસીને દિયાનો હાથ માંગ્યો હતો. આ સમયે બ્રિજ અનેક પ્રવાસીઓ હાજર હતાં. પ્રવાસીઓએ તાળીઓના ગળગડાટ વચ્ચે સાહિલને વધાવી લીધો હતો. તો દિયા સાહિલની સ્ટાઈલથી એકદમ ખુશ થઈ ગઈ હતી અને તેની આંખમાં આંસુ આવી ગયા હતાં. 29 એપ્રિલ, 2014ના રોજ આ બંનેએ સગાઈ કરી લીધી હતી.

ફિલ્મના મ્યૂઝિક લોન્ચ દરમિયાન જાહેર કર્યા સંબંધોઃ દિયા અને સાહિલ અનેક જગ્યાએ સાથે જ જોવા મળતા હતાં. પેજ 3 પાર્ટી હોય કે પછી કોઈ ફિલ્મ પ્રીમિયર. દિયાનું નામ સાહિલ સાથે સતત લેવામાં આવતું હતું. બોલિવૂડમાં દિયા અને સાહિલ બેસ્ટ જોડીમાંથી એક બની ગયા છે. લિંક-અપની ચર્ચાનો અંત લાવવા માટે સાહિલ અને દિયાએ ફિલ્મ 'લવ બ્રેક-અપ્સ જિંદગી'ના મ્યૂઝિક લોન્ચિંગ દરમિયાન પોતાના સંબંધો જાહેર કર્યા હતાં. જોકે, તેમણે ચાર વર્ષના ડેટિંગ બાદ લગ્ન કર્યા છે.

લગ્ન વચ્ચે આવી અનેક અડચણોઃ દિયા મિર્ઝા અને સાહિલ સાંઘા ગયા વર્ષે જ લગ્ન કરવાના હતા પરંતુ સાહિલ તથા દિયાના પરિવારમાં મેડિકલ ઈમરજન્સી આવતા લગ્ન પાછા ઠેલવામાં આવ્યા હતાં. ત્યારબાદ દિયા મિર્ઝા પોતાના પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'બોબી જાસૂસ'માં વ્યસ્ત થઈ ગઈ હતી. પછી દિયા અને સાહિલે 18 ઓક્ટોબર, 2014ના રોજ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

(આગળની સ્લાઈડમાં ક્લિક કરીને વાંચો કોણ છે સાહિલ સાંઘા...)