જાણીતા ફિલ્મ ડિરેક્ટર ઋતુપર્ણા ઘોષનુ હૃદયરોગના હુમલાથી અવસાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બંગાળી ફિલ્મ્સના જાણીતા દિગ્દર્શક ઋતુપર્ણા ઘોષનું 30મી મેના રોજ હૃદયરોગના હુમલાથી દુઃખદ નિધન થયું છે. ઋતુપર્ણાનો જન્મ બંગાળમાં 13, ઓગસ્ટ, 1963માં થયો હતો. તેમના માતા-પિતા ફિલ્મ્સ સાથે સંકળાયેલા હતાં. તેમના પિતા ડોક્યુમેન્ટ્રી બનાવતા હતાં.

ઋતુપર્ણાએ પોતાનો અભ્યાસ કોલકાતામાં સાઉથ પોઈન્ટ હાઉસ્કૂલમાંથી કર્યો હતો. જ્યારે કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.

તેમને તેમની કરિયરની શરૂઆત હિરેર અંગ્તી નામની એડના ડિરેક્શનથી કરી હતી. તેમને બંગાળી ફિલ્મ અબોહોમન માટે બેસ્ટ ડિરેક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં જીસુ સેનગુપ્તા, અનન્યા ચેટર્જી, દિપનાકર ડે અને મમતા શંકર હતાં.

તેમની છેલ્લે રીલિઝ થયેલી ફિલ્મ ચિત્રાંગદા થઈ હતી. તેમણે ઓરિયા ફિલ્મ કથાદિથીલી માકુમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મના ડિરેક્ટર હિમાંશુ પારીજા હતાં અને આ ફિલ્મ 2003માં રીલિઝ થઈ હતી. ઋતુપર્ણાએ બે સેલિબ્રિટી શો પણ હોસ્ટ કર્યા હતાં. તેમના અવસાનથી બંગાળી ફિલ્મ્સને ના પૂરાય તેવી ખોટ પડી છે.

પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે....