આમિરની 'પીકે'ની સ્ટોરી થઈ Leak, બન્યો છે એલિયન, શોધે છે ભગવાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ તસવીરઃ ફિલ્મ 'પીકે'નું પોસ્ટર)
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા આમિર ખાન પોતાની ફિલ્મ્સની સ્ટોરી લાઈન અને પ્લોટને હંમેશા છુપાવીને રાખતો હોય છે. આમિર ખાન દર્શકોને સરપ્રાઈઝ આપવા માટે જાણીતો છે. શોક વેલ્યુ આમિરની માર્કેટિંગ સ્ટ્રેજીનુ બેસિક ટૂલ છે. 'પીકે'માં આમિર ખાન એલિયન બન્યો હોય છે અને પૃથ્વી પર ભગવાનની શોધમાં આવ્યો હોય છે.

ફિલ્મ 'ગજની'માં આમિરે એટ પેક્સ બનાવ્યા હતાં અને માથે મુંડન કરાવીને દર્શકોને નવાઈમાં મૂકી દીધા હતાં. તો 'પીકે'ના પહેલાં પોસ્ટરમાં આમિરે ન્યૂડ પોઝ આપ્યો છે. આમિર કોઈ સ્ટુડિયોમાં નહીં પરંતુ રાજસ્થાનમાં બંધ પડેલા એક રેલવે ટ્રેક પર આ શૂટ કર્યું હતું. ફિલ્મ સાથે જોડાયેલા ફેક્ટ્સ ધીરે ધીરે બહાર આવી રહ્યાં છે.

ફિલ્મ 'પીકે'ના કેટલાંક રસપ્રદ ફેક્ટ્સ...