• Gujarati News
  • Read Lata Mangeshkar's Letter To Narendra Modi On Why She Will Not Be Attending

આ કારણથી લતાજીએ નરેન્દ્ર મોદીની શપથવિધિમાં ના લીધો ભાગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ લિજેન્ડ ગાયિકા લતા મંગેશકર ભાજર તથા નરેન્દ્ર મોદીને ટેકો આપે છે, તે વાત જગજાહેર છે. ચૂંટણી પ્રચારની શરૂઆત થાય તેના થોડાં સમય પહેલાં જ મુંબઈમાં યોજાયેલ એક ઈવેન્ટમાં લતા મંગેશકર તથા નરેન્દ્ર મોદી મળ્યાં હતાં.
લતાજીએ અવારનવાર મોદીને એક કાર્યક્ષણ નેતા ગણાવ્યા છે અને વડાપ્રધાન બને તેવી શુભકામના પાઠવી હતી.
નરેન્દ્ર મોદી 26 મેના રોજ સાંજે છ વાગે પ્રધાનમંત્રી તરીકે શપથ લેવાના છે. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ ખાસ લતાજીને આમંત્રણ પાઠવ્યું હતું. જોકે, તબિયત સારી ના હોવાને કારણે લતા મંગેશકર આ પ્રસંગે હાજર રહી શકશે નહીં.
નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લતાજીનો પત્ર પોસ્ટ કર્યો છે. પત્રમાં લતાજીએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનવા અંગેની શુભકામના પાઠવી છે.
તસવીરોમાં જુઓ લતાજીએ લખેલો પત્ર.....