તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બચ્ચનની પાર્ટીમાં કેટ-રણબિર રીશી સામે થયા 'એક'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશભરમાં દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે.તેમાં પણ દિવાળી જેવા તહેવારની ફિલ્મ સ્ટાર્સ ઉજવણી ન કરે તો જ નવાઈ. ત્યારે દિવાળીના દિવસે અમિતાભ બચ્ચને તેના 'જલસા' બંગ્લો પર શાનદાર દિવાળી પાર્ટી યોજી હતી.
આ પાર્ટીમાં આમ તો અનેક ટોચના બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતાં,પરંતુ સૌ કોઈનું ધ્યાન બિગ બી, શાહરૂખને બદલે કેટરિના કૈફ અને રણબિર કપૂર પર હતું.મીડિયામાં છેલ્લા કેટલાક સમયથી બન્ને વચ્ચેના સંબંધોને લઈને અનેક વાતો ચર્ચાઈ રહી છે.તેમાં પણ સ્પેનના બિચ પર વેકેશન માણતા ઝડપાયેલી આ જોડી ફરીવાર બિગ બીના ઘરે સાથે જોવા મળતા આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે.માત્ર એટલું જ નહીં આ પાર્ટીમાં રણબિર કપૂરના પિતા રીશી કપૂર પણ સામેલ થયા હતાં,એક ચર્ચા મુજબ રણબિર અને કેટ રીશી સામે મળ્યા હતાં.
બિગ બીની પાર્ટીમાં પહોંચેલા કેટ-રણબિર અને બીજા સ્ટાર્સની તસવીરો પર કરો એક નજર...