સીગારેટના કસમાં ફસાયો રણબીર કપૂર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ 'યે જવાની હે દીવાની'નાં શૂટિંગ દરમ્યાન બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરને સિગારેટ પીવી ભારે પડી હતી. જ્યારે સાર્વજનિક સ્થળ પર ધૂમ્રપાન કરવાના ગુન્હામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હોટલ ઉદય વિલાસમાંથી પણ આઈડી પ્રૂફ અને કેટલાક દસ્તાવેજ મેળવ્યાં હતાં.

જ્યારે કેટલાક દિવસ પહેલા ગણઘાટ પર ચાલતા શૂટીંગ દરમ્યાન ફિલ્મ સ્ટાર રણબીર કપૂરે સિગારેટ પીધી હતી. સાર્વજનીક સ્થળ પર ધુમ્રપાન કરતા રણબીરની તસવીર સમાચાર પત્રમાં પ્રકાશીત થઈ હતી. જ્યારે પોલીસ દ્વારા હોટલ ઉદય વિલાસ માંથી પણ આઈડી પ્રૂફ અને કેટલાક દસ્તાવેજ માંગ્યા હતા. પોલીસ દ્વારા રણબીર કપૂર સામે ગુન્હો દાખલ કરવાની સંભાવનાં દર્શાવી છે. પોલીસનાં કહેવા પ્રમાણે, રણબીર કપૂરએ સિગારેટ પીધી હતી ત્યાં ઉપસ્થીત લોકોનાં નિવેદન પણ લેવામાં આવશે.