• Gujarati News
  • Ranbir Deepika Shown Closeness At Ye Jawani Hai Deewani Launch

ટ્રેલર લોન્ચીંગ ઇવેન્ટમાં રણબિર-દીપિકા આવ્યા ખૂબ જ નજીક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રણબિર કપૂર અને દીપિકા પાદુકોણ ફરીવાર ચર્ચામાં આવ્યા છે.આ બન્નેની આગામી ફિલ્મ 'યે જવાની હૈ દિવાની'ને કારણે હાલ બન્ને ખૂબ જ ચર્ચામાં છવાયા છે.બન્ને વચ્ચે બ્રેકઅપ થયા બાદ આ ફિલ્મમાં પ્રથમવાર સાથે જોવા મળશે.

તાજેતરમાં જ મુંબઇમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.આ લોન્ચીંગ પ્રસંગે ફિલ્મ નિર્માતા કરણ જોહર,નિર્દેશક અયન મુખર્જી અને રણબિર-દીપિકા પણ હાજર રહ્યા હતાં.

આ લોન્ચીંગ ઇવેન્ટમાં તેને જોઇને કોઇને પણ લાગે નહીં કે આ બન્ને પૂર્વ પ્રેમીઓ છે.તેમની અહીં પણ શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી.

દીપિકા વારંવાર રણબિરની નજીક આવીને તેનાં કાનમાં કંઇક બોલી રહી હતી.તેમજ રણબિર પણ તેની વાતોને ધ્યાનથી સાંભળી રહ્યો હતો.

પૂર્વપ્રેમીઓ રણબિર અને દીપિકાની ગુફ્તેગુ જોવા આ તસવીરો પર કરો એક નજર...