Divya Bhaskar

Home » Bollywood » Reviews » Film Reviews » Qarib Qarib Singlle Movie Review In Gujarati

Movie Review : કરીબ કરીબ સિંગલ

Divyabhaskar.com | Updated - Nov 10, 2017, 01:05 PM

‘હિન્દી મીડિયમ’ પછી ઈરફાનની ફિલ્મ આગામી ફિલ્મ ‘કરીબ કરીબ સિંગલ’ રીલિઝ થઈ ગઈ છે.

  • Qarib Qarib Singlle Movie Review In Gujarati
    રેટિંગ
    3/5
    સ્ટાર કાસ્ટ
    ઈરફાન ખાન અને પાર્વતી
    ડિરેક્ટર
    તનુજા ચંદ્રા
    મ્યૂઝિક
    નરેશ ચંદ્રાવકર અને બેનડિક્ટ ટેલર
    પ્રોડ્યૂસર
    રાકેશ ભગવાની, શૈલેજા કેજરીવાલ અને અજય રાય
    જોનર
    રોમકોમ (રોમેન્ટિક-કોમેડી)
    ‘હિન્દી મીડિયમ’ પછી ઈરફાનની ફિલ્મ આગામી ફિલ્મ ‘કરીબ કરીબ સિંગલ’ રીલિઝ થઈ ગઈ છે. ત્યારે આવો જાણીએ કેવી બની છે ફિલ્મ...
    વાર્તા
    ફિલ્મ ‘કરીબ કરીબ સિંગલ’ની વાર્તા બે કેરેક્ટરની છે જે વધતી ઉંમરમાં પણ સિંગલ છે અને સાથીની શોધમાં છે. જયશ્રી(પાર્વતી) વિધવા છે, બીજી તરફ યોગ પ્રાજાપતિ (ઈરફાન ખાન) કવિ છે, જેની બુક્સ નથી વેંચાઈ રહી. તેની સાથે તે પોતાની ત્રણ ગર્લફ્રેન્ડ્સ(એક્સ) વિશે પણ વાત કરે છે. એક ડેટિંગ સાઈટ પર બન્ને વાતચીત કરે છે. વાતચીત દરમિયાન બન્ને યોગી(ઈરફાન)ની જૂની ત્રણ ગર્લફ્રેન્ડ્સની શોધમાં નીકળી પડે છે. જેમાં તે પહેલા દેહરાદૂન જાય છે, પછી રાજસ્થાન અને સિક્કમ જાય છે. આવી રીતે જ વાર્તા આગળ વધે છે. બન્ને વચ્ચે પ્રેમ થઈ જાય છે પંરતુ એક બીજાને પ્રેમનો એકરાર નથી કરતા. જે પછી લગ્ન થઈ શકે છે કે નહીં, તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
    ડિરેક્શન
    ફિલ્મનું ડિરેક્શન તનુજા ચંદ્રાએ કર્યુ છે અને ડિરેક્શન ખૂબ જ સારુ છે. સામાન્ય રીતે તનુજાને સીરિયસ ફિલ્મ્સ માટે ઓળખવામાં આવે છે. પરંતુ આ વખતે તેણે હલ્કી ફૂલકી ફિલ્મ બનાવી છે જે ખુબ જ સારી છે. ફિલ્મના લોકેશન્સ પણ સારા છે. જે જોવા ખૂબ જ ગમે છે.
    એક્ટિંગ
    ઈરફાન ખાને હમેશાની જેમ ખૂબ જ સારી એક્ટિંગ કરી છે. યોગીના રોલમાં તે ફિટ બેસી રહ્યો છે. તેની સાથે ફિલ્મની વચ્ચે-વચ્ચે તે અચાનક ડાયલોગ મારે છે તે ખૂબ જ સારુ છે. ઈરફાનની સાથે સાઉથની એક્ટ્રેસ પાર્વતીએ પણ સારી એક્ટિંગ કરી છે. સૌથી સારી વાતતો એ હતી કે તેને જોઈને ફિલ ના થયું કે તે હિન્દી બોલવા માટે મહેનત કરી રહી છે. તેની સાથે બીજી એક્ટર્સે પણ સારું કામ કર્યુ છે.
    મ્યૂઝિક
    ફિલ્મમાં આતિફ અસલમનું ગીત છે, જે સાંભળવું ખૂબ જ ગમે છે. ફિલ્મના બીજી ગીત હિટ નથી થઈ શક્યા.ફિલ્મના મ્યૂઝિક કરતા, ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર વધુ સારુ છે.
    જોવાય કે નહીં
    જો તમને ટ્રાવેલિંગ વાળી હલ્કી-ફૂલકી ફિલ્મ પસંદ છે, તેની સાથે જો તમે ઈરફાનની એક્ટિંગના ફેન છો તો તમે આ ફિલ્મ એક વખત જરૂરથી જોઈ શકો છો.
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending