• Gujarati News
  • Varun And Yami Took To Micro Blogging Site Twitter And Revealed The First Poster

First look: વરૂણ ધવન-યામી ગૌતમની 'બદલાપુર'નું પોસ્ટર Out

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ફિલ્મ 'બદલાપુર'નો ફર્સ્ટ લુક)
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા વરૂણ ધવનની આગામી એક્શન-થ્રિલર ફિલ્મ 'બદલાપુર'નો ફર્સ્ટ લુક રીલિઝ કરી દેવામાં આવ્યો છે. ટ્વિટર પર વરૂણ તથા યામી ગૌતમે આ ફિલ્મનો ફર્સ્ટ લુક રીલિઝ કર્યો હતો.

ટ્વિટર પર યામી તથા વરૂણે એક વીડિયો પણ અપલોડ કર્યો હતો. વરૂણે વીડિયો અપલોડ કરીને કેપ્શન પોસ્ટ કર્યું હતું કે તે જે વ્યક્તિને પ્રેમ કરે છે, તેના માટે કોઈને પણ મારી નાખવા તૈયાર છે...તમે?

યામીએ ટ્વિટ કરી હતી કે તમે અચાનક જ તમારી પ્રેમના ગુમાવી દો, તો તમે શું કરો? ચાર દિવસ પછી આ ફિલ્મનું ટિઝર રીલિઝ કરવામાં આવશે.

આ ફિલ્મના ડિરેક્ટર શ્રીરામ રાઘવન છે. આ ફિલ્મમાં નવાઝુદ્દિન સિદ્દિકી, હુમા કુરૈશી, દિવ્યા દત્તની પણ મહત્વની ભૂમિકા છે. આ ફિલ્મ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રીલિઝ થશે.

(આગળ ક્લિક કરીને યામી અને વરૂણે આ ફિલ્મને લઈને શું કહ્યું, જુઓ વીડિયોમાં....)