હોટ પૂનમના ઝાંઝરના ઝંકારથી ચાહકોના દિલમાં લાગી આગ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોટ મોડલ પૂનમ પાંડે તો ટ્વિટરની ક્વીન બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે તે ફ્રી હોય છે ત્યારે પોતાના જ ઘરમાં કેમેરાની સામે પોતાનું જ ફોટોશૂટ કરવામાં વ્યસ્ત થઈ જાય છે અને તે ફોટોશૂટ ટ્વિટર પર પોસ્ટ કરી દે છે.ગુરુવારે તેણે પોતાના ઝાંઝરનો ઝણઝણાટ કર્યો હતો. પોતાના ખૂબસુરત પગમાં તેણે પાયલ પહેરીને અને પછી તેણે એક પછી એક ફોટો અપલોડ કરવાનું શરૂ કર્યું હતું. આ ફોટોશૂટમાં તે એક બહુ જ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી.આ પહેલાં પૂનમ પોતાના ઘરમાં બાથરૂમમાં પોતાની ન્હાવાની તસવીરો અપલોડ કરીને હજારો લોકોને પોતાની સાથે જોડી દીધા હતાં. વર્તમાનમાં તેના ટ્વિટર પર ફોલોઅર્સની સંખ્યા ત્રણ લાખથી પણ વધારે છે. તેના સિવાય શર્લિન ચોપરા અને સની લિયોન પણ પોતાનાં ફોટો પોસ્ટ કરવામાં પ્રખ્યાત છે, પરંતુ અત્યારે તેઓ પૂનમ પાંડે જેવી લોકપ્રિયતા હાંસિલ કરી શક્યા નથી.