તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મને હિટ કરાવવા પૂનમ પહોંચી શીરડી, જુઓ ખાસ તસવીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કિંગફિશર મોડલ પૂનમ પોતાના બોલિવૂડ પદાર્પણથી વધારે ઉત્સાહી છે. પૂનમની પહેલી ફિલ્મ 'નશા' આ મહિનાના અંતમાં રિલીઝ થવાની છે.

ફિલ્મના શૂટિંગ અને પ્રમોશનલ ગીતો શૂટ કરીને પૂનમ આ ફિલ્મના પ્રમોશનની તૈયારીમાં ડૂબી ગઈ છે. પૂનમ પ્રમોશનની શરૂઆત કરતાં પહેલાં શીરડીનાં સાંઈ બાબાના આશિર્વાદ લેવા પહોંચી હતી.

પૂનમે શીરડીની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં પૂનમ ભક્તિમાં ડૂબેલી જોવા મળી છે. પૂનમે ટ્વિટર પર ટ્વિટ કર્યુ છે કે ગયા વર્ષે શૂટિંગ શરૂ થાય તે પહેલાં તે શીરડી આવી હતી.

હવે પૂનમે ફરીવાર બાબાના આશિર્વાદ લીધા છે. હવે પૂનમની મહેનત કેટલી રંગ લાવશે તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.


પૂનમની શિરડી મંદિરની તસવીરો જોવા આગળ ક્લિક કરો...