10 વર્ષ પછી બનશે પૂજા ભટ્ટની 'કેબરે'

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અભિનેત્રીમાંથી નિર્માતા-નિર્દેશક બન્યાં પછી પૂજા ભટ્ટે જ્યારે ફિલ્મ 'જીસ્મ' બનાવી હતી, તો તેના પરિવારે માની લીધું હતું કે પૂજા ભટ્ટ પ્રોડક્શન તેના કાકાની કંપની મુકેશ ભટ્ટ પ્રોડક્સન્સને ટક્કર આપી શકે છે. આ પછી તેની ફિલ્મ્સ 'પાપ', 'રોગ', 'તમન્ના', 'દુશ્મન', 'ઘોખા', 'સુર' વગેરે ફ્લોપ રહી.
ત્યાં સુધી કે સની લિયોનની ફિલ્મ 'જીસ્મ 2' પણ કંઇક કમાલ ન બતાવી શકી. પૂજા ભટ્ટ પાછલા દસ વર્ષથી 'કેબરે'નું નિર્માણ કરવા પ્રયાસ કરી રહી છે.
સૌથી પહેલા પૂજા તેના પાર્ટનર શીલ કુમાર સાથે ફિલ્મ બનાવવાની હતી, પણ મામલો જામ્યો નહીં. શીલ હવે જ્હોન અબ્રાહમના પ્રોડક્શન હાઉસમાં એસોસિએટ પ્રોડ્યુસર છે. આ ફિલ્મ માટે પ્રીતીશ નંદી ફિલ્મ્સ સાથે પણ લાંબા સમય સુધી વાત ચાલી હતી.
વેવે ફિલ્મ્સ સાથે તો પ્રોજેક્ટ લગભગ શરૂ થવાની તૈયારીમાં હતો, પણ ચાર્લ્સ શોભરાજ પર ફિલ્મના કારણે થયેલા વિવાદે માત્ર 'કેબરે'નું કામ જ ન રોક્યું, પણ બન્ને પ્રોડક્શન હાઉસના સંબંધોમાં પણ કડવાશ આવી ગઇ.
પૂજા નિર્માતા-નિર્દેશક તરીકે કરિયરને વધુ ગતિ આપવા માટે આ સ્ક્રિપ્ટને આગળ વધારવા મન મક્કમ કરી ચૂકી છે. આ વખતે સહ-નિર્માતા તૈયાર કરવાની જવાબદારી મહેશ ભટ્ટે લીધી છે.
મહેશ ભટ્ટ અને ટી-સીરિઝના ભૂષણ કુમારના સંબંધો ફિલ્મ 'આશિકી-2' પછી ખૂબ મજબૂત થઇ ગયાં છે. પૂજાની આ ફિલ્મ માટે ભૂષણ સહ-નિર્માતા બનાવ માટે તૈયાર થઇ ગયાં છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ગુલશન દૈવય્યા ભજવશે. ફિલ્મની લીડ એક્ટ્રેસનો લુક 70ના દાયકાની કેબરે ડાન્સ જેવો હશે. અભિનેત્રીની શોધ ચાલું છે.