• Gujarati News
  • On Location Photos Of Salman Khan Starrer 'Prem Ratan Dhan Payo'

જ્યારે શૂટિંગ માટે નિકળી સોનમ, પોલીસકર્મીએ કંઇક આમ કેમેરામાં કરી કેદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સોનમ કપૂરને કેમેરામાં કેદ કરતો પોલીસકર્મી)
મુંબઇ: ડિરેક્ટર સૂરજ બડજાત્યાની ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'નું શૂટિંગ ઉદયપુર, રાજસ્થાનમાં ચાલી રહ્યું છે. ફિલ્મના સ્ટાર્સ સલમાન ખાન, સોનમ કપૂર, નીલ નિતિન મુકેશ અને અનુપમ ખેર સતત સોશિયલ મીડિયા પર શૂટિંગ દરમિયાનની તસવીરો શેર કરી રહ્યાં છે.
નીલ નિતિન મુકેશે ટ્વિટર પર અનુપમ ખેર અને સોનમ કપૂર સાથેની એક તસવીર શેર કરતાં લખ્યું, "28 years later we share screen space together again.Such an honour @AnupamPkher uncle,with my gorgeous @sonamakapoor"
આવી જ રીતે અનુપમ ખેરે પણ એક તસવીર ટ્વિટ કરતાં લખ્યું હતું, "And I am back in Udaipur for the shoot of Sooraj Barjatya's #PremRatanDhanPayo with @BeingSalmanKhan, @sonamakapoor & @NeilNMukesh.:)".
ઉપરાંત સોનમ કપૂરની કેટલીક તસવીરો સામે આવી હતી. એક તસવીરમાં સોનમ શૂટિંગ માટે જઇ રહી હતી અને પોલીસકર્મી તેને કેમેરામાં કેદ કરી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 'પ્રેમ રતન ધન પાયો'માં સલમાન ખાન, નીલ નિતિન મુકેશ, અનુપમ ખેર અને સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, અરમાન કોહલી અને રાકેશ બેદી મહત્વની ભૂમિકામાં છે.
આગળ જુઓ, ફિલ્મના સેટ પર સોનમ કપૂરની કેટલીક તસવીરો...