''કંઈક તો શરમ કરો, જ્યારેને ત્યારે એશના જ વજનની વાત''

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઐશ્વર્યા રાય બચ્ચનનું વજન સંતાનને જન્મ આપ્યા બાદ ઘણું જ વધી ગયું છે. એશના વધેલા વજનની અવારનવાર ટિકા થતી રહે છે. જોકે, બોલિવૂડે એશના વજનને લઈને કરવામાં આવતી ટીકાનો સખ્ત શબ્દોમાં જવાબ આપ્યો છે. કાન્સમાં એશની પ્રશંસા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ એશના વખાણ કર્યા હતા. બોલિવૂડમાં લારા દત્તા, સોનાલી બ્રેન્દ્રે, સમીરા રેડ્ડી, કાજોલ સહિતની અભિનેત્રીઓએ એશના વજનનો બચાવ કર્યો હતો. હવે, આ યાદીમાં કોંકણા સેન શર્માનો ઉમેરો થયો છે. કોંકણાને જ્યારે એશના વધતા વજન અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે, તે ગુસ્સે થઈ ગઈ હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે, પૂર્વ મિસ વર્લ્ડના વજન અંગે વાત કરવી યોગ્ય નથી. બોલિવૂડે જે રીતે એશને સાથ આપ્યો, આ વાતથી તે ઘણી જ ખુશ હશે તે નક્કી છે. પૂજા ભટ્ટે પણ તાજેતરમાં જ ટ્વિટર પર ટ્વિટ કરી હતી કે, ઐશ્વર્યા આજે પણ ગોર્જીયસ છે. કદરૂપા લોકો જ એશના વજનની વાતો ચગાવીને કરતા હોય છે.