બોમ્બે વેલવેટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનુરાગ કશ્યપે આ ફિલ્મમાં 70ના દાયકાની યાદો તાજા કરી છે. ફિલ્મ જોની બલરાજ (રણબિર કપૂર) નામના યુવાનની કહાણી છે, જે ટાયકૂન બનાવા માગે છે. ફિલ્મમાં રણબિરની ભૂમિકા એક ગરીબ સડકછાપ યુવાનની બિઝનેસમેન બનવાની છે. આ માટે તેને વજન ઘટાડવું પડ્યું અને વાળ વધારવા પડ્યાં. રણબિર કપૂરની વિરુદ્ધ કાસ્ટ કરવામાં આવેલી અનુષ્કા શર્માએ હોંઠ, વાળ અને કપડા પર ખૂબ મહેનત કરી છે. ફિલ્મમાં તે રેટ્રો લુકમાં જોવા મળશે.
રણબિર, અનુષ્કા સાથે રવિના ટંડન, કે.કે.મેનન, સિદ્ધાર્થ બાસુ, રેમો ફર્નાન્ડિઝ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બીજી તરફ ફિલ્મમેકર કરન જોહર પણ એક્ટિંગમાં હાથ અજમાવતો જોવા મળશે. તે ફિલ્મમાં વિલનના રોલમાં છે. તેના પાત્રનું નામ ફૈઝાદ ખંબાટા છે. અનુષ્કા અને રવિના ફિલ્મમાં જાજ સિંગરના રોલમાં છે. અનુષ્કાના પાત્રનું નામ રોઝી છે.
ફિલ્મને ફેન્ટમ ફિલ્મ્સ અને ફોક્સ સ્ટાર સ્ટૂડિયોએ પ્રોડ્યુસ કરી છે, ત્યાં જ અમિત ત્રિવેદીએ મ્યૂઝિક આપ્યું છે. ફિલ્મની કહાણી જ્ઞાન પ્રકાશ અને અનુરાગે લખી છે. આ ફિલ્મ ફોક્સ સ્ટાર સ્ટૂડિયો અને ફેન્ટમ ફિલ્મ્સના બેનર હેઠળ બની છે. 'બોમ્બે વેલવેટ' 29 મે, 2015ના રોજ રીલિઝ થશે.