Movie Review: ઉડતા પંજાબ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમામ કોન્ટ્રોવર્સી પછી \'ઉડતા પંજાબ\' આજે રીલિઝ થઇ છે. એક સમયે પ્રોડ્યુસર-ડિરેક્ટર વિશાલ ભારદ્વાજને આસિસ્ટ કરી ચૂકેલા અભિષેક ચૌબેએ 2010માં \'ઇશ્કિયાં\' અને પછી \'દેઢ ઇશ્કિયાં\' ડિરેક્ટ કરી હતી. ત્યારબાદ \'ઉડતા પંજાબ\'ને અભિષેકે જ ડિરેક્ટ કરી છે. 
 
મોટા સ્ટાર્સને લઇને અભિષેક ચૌબેએ ફરી પંજાબના બેકગ્રાઉન્ડ પર ફિલ્મ બનાવી છે. વાંચો કેવી છે વિવાદોથી ચર્ચામાં રહેલી આ ફિલ્મ?
 
ફિલ્મ રિવ્યૂઃ  ઉડતા પંજાબ
રેટિંગઃ
3/5
સ્ટાર કાસ્ટઃ 
શાહિદ કપૂર આલિયા ભટ્ટ, કરિના કપૂર ખાન અને દિલજીત દોસાંઝ
ડિરેક્ટરઃ 
અભિષેક ચૌબે
નિર્માતાઃ 
ફેન્ટમ ફિલ્મ્સ, બાલાજી મોશન પિક્ચર્સ
સંગીતઃ 
અમિત ત્રિવેદી
પ્રકારઃ 
ક્રાઇમ થ્રિલર
 
વાર્તાઃ
ફિલ્મની વાર્તા પંજાબમાં ચાર અલગ અલગ લોકોની આસપાસ ફરે છે. એક તરફ રોકસ્ટાર ટોમી સિંગ (શાહિદ કપૂર) છે. જેને ડ્રગ્સની લત છે. તો બિહારથી પંજાબ આવેલી યુવતી (આલિયા ભટ્ટ) છે. જેનું સપનું અલગ હોય છે પરંતુ પરિસ્થિતિએ તેને બીજા જ રસ્તા પર પહોંચાડી હોય છે. ફિલ્મનું ત્રીજુ કેરેક્ટર એક ડોક્ટર પ્રીત સાહની (કરિના કપૂર ખાન) છે. જ્યારે ચોથું કેરેક્ટર પોલીસ ઓફિસર સરતાજ સિંહ (દિલજીત દોસાંજ)નું હોય છે. અલગ-અલગ રીતે આ લોકોની જિંદગી ડ્રગ્સથી કઇ રીતે પ્રભાવીત થાય છે.? ફિલ્મમાં તે જ દર્શાવવાની કોશિશ છે.
 
ડિરેક્શન
ફિલ્મના ડિરેક્શનમાં તમને ડાર્ક શેડ જોવા મળે છે. જ્યાં દરેક કેરેક્ટર એક ખાસ રોશનીમાં પોતાનો ડાયલોગ કહેતા જોવા મળે છે. ફિલ્મમાં દરેક કેરેક્ટરને એક ખાસ લુક આપવામાં આવ્યો છે જે અદ્ભુત છે. જેને દરેકે ટ્રેલર જોઇને પણ અનુભવ્યું હશે. પંજાબના રિયલ લોકેશન્સ જોવામાં સારા લાગે છે. પરંતુ આ ફિલ્મ એક ખાસ ઓડિયન્સ જ પચાવી શકશે. કેટલાક શોટ્સ અભિષેક ચૌબેએ ઉત્તમ રીતે લીધા છે. ખાસ તો એ સીન જ્યારે આલિયા ભટ્ટ અને શાહિદ કપૂર એકબીજાને પહેલી વાર મળે છે.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સ
આલિયાનો બદલાવ કમાલનો છે. જ્યારે શાહિદ કપૂરે પણ પોતાની એક્ટિંગથી દિલ જીત્યું છે. શાહિદ અને આલિયા, એક ડ્રગ એડિક્ટ પોપ સિંગર અને બિહારથી આવેલી માઇગ્રેન્ટ યુવતી તરીકે પોતાની જાતને લોકો સમક્ષ દર્શાવવામાં સફળ થયાં છે. કેટલાક સીનમાં કરિના કપૂર ખાન પણ પ્રભાવિત કરે છે. જ્યારે પંજાબ પોલીસ ઓફિસરનો રોલ કરનાર દિલજીતે પણ સહજ એક્ટિંગ કરી છે. ફિલ્મમાં બાકી કલાકારોની એક્ટિંગ પણ સારી છે.
 
ફિલ્મનું મ્યૂઝિક
આ ફિલ્મના મ્યૂઝિકમાં એક ખાસ સ્ટ્રક્ચર છે જેને અમિત ત્રિવેદીએ સારી રીતે બનાવ્યું છે. ફિલ્મનું મ્યૂઝિક વાર્તામાં નિખાર લાવે છે. ફિલ્મની શરૂઆતમાં જ \'ચિટ્ટા વે\' ગીત આવે છે. જેથી તમને ફિલ્મનો મિજાજ સમજમાં આવે છે. જ્યારે \'ઇક કુડી\' સોંગ પણ વિચારવા માટે મજબૂર કરી દે છે.
 
જોવી કે નહીં
જો ડાર્ક શેડ અને મહત્વના મુદ્દા આધારિત ફિલ્મ્સ પસંદ હોય અને ઉપર જણાવેલા એક્ટર્સના દિવાના હોય તો ફિલ્મ ગુમાવવા જેવી નથી.
અન્ય સમાચારો પણ છે...