તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Movie Review: રાબ્તા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રોડ્યુસર દિનેશ વિજને ડિરેક્ટર તરીકે પોતાની પહેલી ફિલ્મ 'રાબ્તા' બનાવી છે. જેમાં સુશાંત સિંહ રાજપૂત અને ક્રિતિ સેનન લીડ રોલમાં છે. આવો જાણીએ કેવી છે આ ફિલ્મ...
 
ફિલ્મ રિવ્યૂઃ રાબ્તા
રેટિંગઃ  3/5
સ્ટારકાસ્ટઃ 
સુશાંતસિંહ રાજપૂત, ક્રિતિ સેનન, જિમ સરભ, રાજકુમાર રાવ
ડિરેક્ટરઃ
દિનેશ વિજન
નિર્માતાઃ
ટી-સીરિઝ, મડકોક ફિલ્મ્સ
સંગીતઃ
પ્રીતમ, જેમ 8, સચિન-જિગર (બેકગ્રાઉન્ડ સ્કોર)
પ્રકારઃ રોમાન્ટિક થ્રિલર
 
વાર્તાઃ
ફિલ્મની સ્ટોરી પંજાબમાં રહેતા શિવ (સુશાંત સિંહ રાજપૂત)ની છે. જે બેંકમાં નોકરી કરતો હોય છે. આ દરમિયાન તેને બેંકના કામથી બુડાપેસ્ટ જવું પડે છે. તે પોતાના દોસ્ત (વરૂણ શર્મા) સાથે બુડાપેસ્ટ જાય છે. ત્યાં તેની મુલાકાત સાયરા (ક્રિતિ સેનન) સાથે થાય છે. જે ચોકલેટ સ્ટોરમાં કામ કરતી હોય છે. બન્નેની મુલાકાત દરમિયાન વન નાઇટ સ્ટેન્ડ થઇ જાય છે. આ પછી બન્નેને પ્રેમ થઇ જાય છે પરંતુ સાયરાને હંમેશા પાછલા જન્મના સપનાઓ આવ્યાં કરતાં હોય છે. જેનાથી હંમેશા તેની ઊંઘ ઉડી જતી હોય છે. સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે  આવે છે જ્યારે બિલિયોનેર જાકિર મર્ચન્ટ (જિમ સરભ)ની એન્ટ્રી થાય છે. સ્ટોરીમાં ફ્લેશબેક આવી જાય છે. શું અંતમાં શિવ અને સાયરા મળી શકે છે. એ વાત જાણવા માટે તો તમારે ફિલ્મ જોવી પડશે.
 
ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન, વીએફએક્સ અને એક્શન સીકવન્સનું શૂટિંગ ખૂબ રસપ્રદ છે. પહેલીવાર ડિરેક્શનમાં હાથ અજમાવનાર દિનેશ વિઝને રસપ્રદ રીતે ફિલ્મનું શૂટિંગ કર્યું છે. ફિલ્મનો પ્લોટ ખૂબ નબળો છે. ફર્સ્ટહાફમાં જે રીતે સ્ટોરીનું બેકગ્રાઉન્ડ ઉભું કરવામાં આવ્યું છે તે કમાલનું છે. સેકન્ડ હાફમાં સ્ટોરી વિખેરાઇ જાય છે. ખાસ તો ફ્લેશબેકમાં સ્ટોરી વધુ સારી બનાવી શકાઇ હોત. ફ્લેશબેકમાં એક્ટર્સના ડાયલોગ પણ કન્ફ્યૂઝ કરનાર છે. જેની પર હજુ વધુ કામ કરવાની જરૂર હતી. આ સાથે જ કેરેક્ટર્સને સારી ટ્રીટમેન્ટ આપવામાં આવી છે પરંતુ તેમને હજુ વધારે દમદાર બનાવી શકાયા હોત.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
સુશાંત સિંહ રાજપૂતે પોતાના બન્ને રોલ ખુબ ઉત્તમ રીતે કર્યા છે. તેના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછાં છે. તો ક્રિતિ સેનનનું કામ પણ સારૂં છે. નેગેટિવ રોલમાં જિમ સરભ છવાઇ ગયો છે. આ સાથે જ રાજકુમાર રાવ પણ તમને સરપ્રાઇઝ કરે છે. બાકીના કલાકારનું કામ પણ સારૂ છે. દીપિકા પાદુકોણ પણ એક ગીતમાં જોવા મળે છે.
 
સંગીતઃ
ફિલ્મનું મ્યૂઝિક ઠીકઠાક છે. પરંતુ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક જોરદાર છે. ખાસ તો ફાઇટ સિકવન્સ દરમિયાન આવતું મ્યૂઝિક ઉત્તમ છે.
 
ફિલ્મ જોવી કે નહી.? :
જો તમને સુશાંત સિંહ રાજપૂત અને ક્રિતિ સેનન પસંદ છે અને પુનઃજન્મ પર બેઝ્ડ સ્ટોરી સારી લાગે છે. તો એકવાર તો જરૂર જોઇ શકો છો.
 
અન્ય સમાચારો પણ છે...