Movie Review: પૂર્ણા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘણા સમય પછી રાહુલ બોઝ ફિલ્મમાં એક્ટિંગ સાથે ડિરેક્શનમાં પણ જોવા મળ્યો છે. તે પણ ભારતનું નામ રોશન કરનાર પર્વતારોહી, 13 વર્ષ 11 મહિનાની પૂર્ણા માલાવતની જિંદગી પર આધારિત ફિલ્મ બનાવીને. આવો જાણીએ કેવી છે આ ફિલ્મ..
 
ફિલ્મ રિવ્યૂઃ 
પૂર્ણા
રેટિંગઃ
3.5/5
સ્ટારકાસ્ટઃ
રાહુલ બોઝ, અદિતિ ઇનામદાર, મીના ગુપ્તા, પ્રિયા, આનંદ
ડિરેક્ટરઃ
રાહુલ બોઝ
નિર્માતાઃ
રાહુલ બોઝ, અમિત પટની
સંગીતઃ
સલીમ સુલેમાન
પ્રકારઃ
બાયોપિક ડ્રામા
 
વાર્તાઃ
આ સ્ટોરી તેલંગાણાના એક નાના ગામની રહેવાસી પૂર્ણા (અદિતિ ઇનામદાર)ની છે. જે પોતાના માતા-પિતા સાથે રહે છે અને પોતાના કાકાની દીકરી પ્રિયા સાથે સ્કૂલે જાય છે. પ્રિયાના બાળ વિવાહ પછી એકલા થઇ જવા પર પૂર્ણા બીજી સ્કૂલમાં એડ્મિશન લેવા માટે પોતાના પિતાને મનાવી લે છે. જ્યાં ભરપેટ જમવાનું મળે છે(આવું પ્રિયાએ સ્કૂલ દરમિયાન એક પેમ્ફલેટ જોઇને તેને કહ્યું હતું.) પરંતુ તે જ્યારે નવી સ્કૂલમાં જાય છે ત્યારે ત્યાં એવું કશું જ હોતું નથી. આ બધું જોઇને પૂર્ણા સ્કૂલમાંથી ભાગી જાય છે. પરંતુ સ્કૂલના અધિકારી પ્રવીણ કુમાર (રાહુલ બોઝ)ના કહેવાથી તે પરત આવે છે. જમવાની વ્યવસ્થા પણ સારી કરવામાં આવે છે. એક દિવસ સ્કૂલ ટ્રિપ પર પૂર્ણાને પર્વતારોહણ કરતા જોઇને કોચ તેને આગળની ટ્રેનિંગ આપવાની વાત કરે છે. થોડા મહિનાઓમાં પૂર્ણાને માઉન્ટ એવરેસ્ટ લઇ જવાની તૈયારી કરવામાં આવે છે અને મિશન પર તે સફળ થાય છે.
 
ડિરેક્શનઃ
-ફિલ્મનું ડિરેક્શન અને લોકલ લોકેશન કમાલના છે. જે જોવાલાયક છે. દરેક પળે એવું લાગે છે કે તમે પણ પૂર્ણા સાથે ચાલી રહ્યા છો. પૂર્ણાની જિંદગીમાં થનાર ઘટનાઓ તમને અંદરથી સ્પર્શી જાય છે. બર્ફિલા પહાડો પરનું શૂટિંગ પણ ખૂબ રસપ્રદ છે. ક્યારેક તો એવા સીન આવે છે. જેને એકીટશે જોઇ રહો છો.
-ફિલ્મની સ્ટોરીમાં રાહુલે એક નાની છોકરી અને તેના જુસ્સાને દર્શાવવાની કોશિશ કરી છે. જે તે પડદા પર ઉતારવામાં ખૂબ સફળ રહ્યો છે. અનેક ઇમોશન્સ તમને જોવા મળે છે. તેમજ એક રીતે લોકોની આંખો ખોલવાનું કામ પણ આ ફિલ્મ કરે છે.
 
સ્ટારકાસ્ટનું પર્ફોર્મન્સઃ
ફિલ્મમાં પૂર્ણાનો રોલ કરી રહેલી અદિતિ ઇનામદારે ખૂબ જ ઉત્તમ એક્ટિંગ કરી છે. જેને જોઇને લાગે છે કે ફિલ્મ પહેલા ફિલ્મમેકર્સે તેની એક્ટિંગ સ્કિલને કેટલી બારીકાઇથી નિરીક્ષણ કર્યું હશે. રાહુલ બોઝનું કામ પણ સારૂ છે તેમજ બાકીના એક્ટર્સે પણ સારી એક્ટિંગ કરી છે.
 
સંગીતઃ
ફિલ્મનું મ્યૂઝિક સારૂ છે. કુછ પરબત હિલાયે, બાબુલ મોરા અને પૂરી કાયનાત ગીત સ્ટોરી સાથે તાલમેલ જાળવી રાખે છે. અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દ, સલીમ સુલેમાનનું સંગીત અને અરિજિત સિંહની સાથે સાથે રાજ પંડિતનો અવાજ કમાલનો છે.
 
ફિલ્મ જોવી કે નહી.? :
એક રસપ્રદ, જુસ્સાથી ભરેલી અને સાહસ દર્શાવતી સ્ટોરીને સમગ્ર પરિવાર સાથે જરૂર જોવી જોઇએ.
 
અન્ય સમાચારો પણ છે...