તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Movie Review : ફ્રીકી અલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફિલ્મ રિવ્યૂઃ ફ્રીકી અલી
રેટિંગઃ 2.5/5
સ્ટાર કાસ્ટઃ નવાઝુદ્દીન સિદ્દિકી, અરબાઝ ખાન, એમી જેક્સન, જશ અરોરા
ડિરેક્ટરઃ સોહેલ ખાન
પ્રોડ્યુસરઃ સોહેલ ખાન
સંગીતઃ સાજીદ-વાજીદ
પ્રકારઃ કોમેડી-ડ્રામા
વાર્તાઃ
ફિલ્મ મુંબઈના એક યુવકની છે, જે પોતાની મોમ સાથે ચાલમાં રહે છે. ગલી-ગલી ક્રિકેટ રમે છે અને ચડ્ડી વેચે છે. એક દિવસ તેની મુલાકાત મકસૂદ સાથે થાય છે. મકસૂદ એક નાનો ગુંડો છે અને ખંડણી વસૂલ કરે છે. મજાક-મજાકમાં અલી પણ ખંડણી માંગવા લાગે છે. એકવાર બંને ગોલ્ફ કોર્સ તરફ જાય છે, અહીંયા તેમની મુલાકાત વિક્રમ અરોરા સાથે થાય છે, જે ગોલ્ફ ચેમ્પિયન છે. અહીંથી જ ફ્રીકી અલીનું જીવન બદલાય છે અને રસપ્રદ ટ્વિસ્ટ આવે છે. આ ટ્વસ્ટિ શું છે, તે જોવા માટે થિયેટર સુધી લાંબા થવું પડશે.

એક્ટિંગઃ
ફિલ્મમાં અલગ-અલગ ફ્રેમમાં નવાઝે સારી એક્ટિંગ કરી છે. જોકે, સેકન્ડ હાફ થોડો વધુ પડતો ખેંચાઈ ગયો છે. જોકે, આ વાતને અવગણવામાં આવે તો ફિલ્મ ઘણી જ સારી છે. વિક્રમના રોલમાં જશ અરોરાએ સારી એક્ટિંગ કરી છે. અરબાઝ પણ હસાવે છે. વિક્રમના મેનેજરના રોલમાં એમી જેક્સને ફોરેનર યુવતી તરીકે સારું કામ કર્યું છે.

સંગીતઃ
ફિલ્મનું સંગીત સાજીદ-વાજીદે આપ્યું છે. ફિલ્મના કેટલાંક ગીતો પહેલાં જ હિટ થઈ ચૂક્યા છે. જેમાં 'દિન મેં કરેંગે જગરાતા' અને 'પરિંદા હૈં પરિંદા' સામેલ છે. બેકગ્રાઉન્ટ સંગીત પણ સારું છે.

ડિરેક્શનઃ
ફિલ્મનું ડિરેક્શન સારું છે. ગોલ્ફ કોર્સમાં મોટાભાગના સીન શૂટ કરવામાં આવ્યા છે. વન લાઈનર્સ તથા ડાયલોગ સારા છે.

જોવી કે નહીં:
જો તમે નવાઝના ફેન હોવ અને તેની શાનદાર એક્ટિંગ જોવા માંગતા હોવ તો આ ફિલ્મ તમારા માટે છે. ફિલ્મ નાની છે, એટલે બૉર કરશે નહીં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો