તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Movie Review: બાર બાર દેખો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફિલ્મ રિવ્યૂઃ બાર બાર દેખો
રેટિંગઃ 2/5
સ્ટાર કાસ્ટઃ કેટરિના કૈફ, સિદ્ધાર્થ મલ્હોત્રા, રામ કપૂર, સારિકા, સયાલી ગુપ્તા
ડિરેક્ટરઃ નિત્યા મહેરા
પ્રોડ્યુસરઃ કરન જોહર, રિતેશ સિધવાની, ફરહાન અખ્તર
સંગીતઃ અમાલ મલિક, આર્કો, બાદશાહ, જસલીન રોયલ, બિલાલ સઈદ
પ્રકારઃ રોમેન્ટિક-ડ્રામા
વાર્તાઃ
'બાર બાર દેખો'ની વાર્તા નાનપણના મિત્રો જય વર્મા(સિદ્ધાર્થ મલ્હોત્રા) તથા દિયા(કેટરિના કૈફ)ની છે. જય મેથ્સનો પ્રોફેરસ છે, તો દિયા આર્ટીસ્ટ છે. દિયા, જયને લગ્ન માટે પ્રપોઝ કરે છે. જોકે, લગ્ન સમયે જ જયને વિદેશમાંથી નોકરીની ઓફર આવે છે. જય બહાર જવા માંગે છે પરંતુ દિયાના પિતા(રામ કપૂર) જયને વિદેશ મોકલવા તૈયાર નથી. ઘરમાં લગ્નનો માહોલ છે. જોકે, આ વાત પર જ જય અને દિયા વચ્ચે ઝઘડો થાય છે. જય સવાલે ઉંઘમાંથી ઉઠે છે તો તેનું જીવન 10 દિવસ આગળ વધી જાય છે. તે પત્ની દિયા સાથે થાઈલેન્ડમાં હનિમૂન મનાવે છે. એક દિવસમાં 10, બીજા દિવસે 2 વર્ષ અને ત્રીજા દિવસે 16 વર્ષ તેનું જીવન આગળ વધી જાય છે. ત્યારબાદ દિયા તેને કોર્ટમાં મળવા બોલાવે છે. ત્યાં તેને ખબર પડે છે કે દિયા તેને ડિવોર્સ આપવા માંગે છે. શું જય, દિયાને પોતાના જીવનમાં પરત લાવી શકશે? આ જોવા માટે તો થિયેટર સુધી જવું જ પડશે.

ડિરેક્શનઃ
નિત્યા મહેરાએ દિલ્હી, થાઈલેન્ડ અને લંડન ત્રણ લોકેશન્સને પડદાં પર સુંદર રીતે બતાવ્યા છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી સારી છે. જોકે, નબળું ડિરેક્શન તથા વાર્તા આ ફિલ્મનો માઈનસ પોઈન્ટ છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ સારો છે પરંતુ સેકન્ડ બોરિંગ છે.

એક્ટિંગઃ
કેટરિનાએ એક્ટિંગ કરતાં પોતાના ફિઝિક પર વધુ કામ કર્યું છે. ચુલબુલી, બેફિક્ર યુવતીના રોલમાં તે યોગ્ય છે. દિયા અને જયના રોલમાં કેટ તથા સિદ્ધાર્થ ઠીક છે.

સંગીતઃ
સંગીતમાં આ ફિલ્મ બેસ્ટ છે. અમાલ મલિક, આર્કો, બાદશાહ, જસલીન રોયલ તથા બિલાલ સઈદે આ ફિલ્મનું સંગીત કમ્પોઝ કર્યું છે. 'કાલા ચશ્મા' પહેલે જ હિટ છે. ફિલ્મના અન્ય ગીતો તથા બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે.

જોવી કે નહીં:
ફિલ્મની નબળી વાર્તા અને ડિરેક્શન માઈનસ પોઈન્ટ છે. જોકે, તમે કેટરિના તથા સિદ્ધાર્થના દિવાના હોવ તો આ ફિલ્મ એકવાર જોઈ શકો છો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો