ફિલ્મ રિવ્યૂઃ 3 એ.એમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોકે, રોમાંચ અને ડરની બાબતમાં આપણી ફિલ્મ્સ હોલિવૂડથી કોશો દૂર છે. છેલ્લાં કેટલાંક મહિનામાં 'ડર એટ ધ મોલ', 'પિત્ઝ 3ડી', 'મછલી જલ કી રાની હૈં' જેવી પેરાનોર્મલ એટલે ભૂતની ફિલ્મ્સ રીલિઝ થઈ. આ અઠવાડિયે '3 એ.એમ' રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં એવો ડર ઉભો કરી શકી નથી.

વાર્તાઃ સની(રણવિજય સિંહ) અને સારા(અનંદિતા નાયર) એકબીજાને ઘણો જ પ્રેમ કરે છે. સની ફિલ્મમેકર અને સારા ડોક્યુમેન્ટ્રી બનાવે છે. સારા ભૂતિયા મિલમાં રાતના ડોક્યુમેન્ટ્રીના કામે જાય છે. સવારે તેની લાશ મળી આવે છે. સની અને સારા લગ્ન કરવાના હતા અને તે આ વાતથી ઉદાસ થઈ જાય છે. ત્યારબાદ તે સારાને ધ્યાનમાં રાખીને એક શો બનાવે છે. જે માટે તે ભૂતિયા મિલમાં જાય છે અને સાચી વાત જાણવાનો પ્રયાસ કરે છે.

આ કામમાં સનીને સાયરસ(સલિલ આચાર્ય) અને રાજ(કવિન દવે) મદદ કરે છે અને તેમની સાથે વિચિત્ર ઘટનાઓ ઘટે છે. ભૂતિયા મિલમાં આ ત્રણેય સાથે શું થાય છે. શું ત્રણેય સારાના મોતનું કારણ શોધી શકે છે. શું ત્રણેય મિલમાંથી બહાર નીકળી શકે છે. આ તમામ સવાલોના જવાબ સાથે ફિલ્મ નાટ્યત્મક રીતે પૂર્ણ થાય છે.

અભિનયઃ અભિનયની તો વાત જ કરવા જેવી નથી. જેવી રીતે ગામમાં રામલીલા ભજવાતી હોય અને નાના બાળકો વાંદરા બનીને જયશ્રી રામના સૂત્રોચ્ચાર કરે બસ તેવી જ રીતે કલાકારોએ અભિનય કર્યો છે. રણવિજયે આ પહેલાં 'એક્શન રિપ્લે', 'મુંબઈ કટિંગ', 'લંડન ડ્રિમ્સ' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. જોકે, તે પોતાની આરજેની ઈમેજમાંથી બહાર નીકળી શક્યો નથી. રણવિજયે સમજવું જોઈએ કે લુક્સ આપવો અને ડાયલોગ બંને વસ્તુ સાથે થવી જોઈએ. અનંદિતા નાયરના અભિનયમાં દમ નથી. ફિલ્મ કંટાળાજનક લાગે છે.

ડિરેક્શનઃ વાર્તા તો બકવાસ જ છે અને ડિરેક્શન પણ સારું નથી. ડિરેક્ટર વિશાલે સ્ક્રિપ્ટ પર ધ્યાન આપ્યું નથી. કેમેરા અને ઈફેક્ટ્સની મદદથી વીડિયો બનાવ્યો અને નિર્માતાને આપી દીધો. વિશાલે જ પહેલાં 'બ્લડ મની' જેવી બોરિંગ ફિલ્મ બનાવી હતી.

સંગીતઃ તમે સાંભળ્યું..?નહીં તો પછી અહીંયા ચર્ચા કરવી જ બેકાર છે.

ભૂલથી પણ ના જોશો આ ફિલ્મઃ આ ફિલ્મમાં એવું કંઈ જ નથી કે દર્શકોએ થિયેટર સુધી લાંબા થવું પડે.