ઉંગલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેન્સિલ ડિસિલ્વાના નિર્દેશન હેઠળ બની રહેલી 'ઉંગલી' એક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી અને કંગના રાનૌટ લીડ રોલમાં છે. આ બન્ને સ્ટાર્સ સિવાય રણદીપ હુડ્ડા, સંજય દત્ત અને 'આશિકી 2' ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર ફિલ્મમાં નજરે પડશે. શ્રદ્ધા આ ફિલ્મમાં આઇટમ નંબર પણ કરશે.

કરન જોહર ફિલ્મ 'ઉંગલી'ના પ્રોડ્યુસર છે. આ ફિલ્મ સાથે ઇમરાન હાશ્મી પહેલી વાર કરન જોહર સાથે કામ કરી રહ્યો છે. રેન્સિલ ડિરેક્ટેડ આ ફિલ્મમાં સંપૂર્ણ સોશ્યલ ડ્રામા જોવા મળશે. દર્શકો ફિલ્મ જોતાં-જોતાં પાકી ન જાય, એ માટે કોમેડીનો પણ ફુલ ડોઝ જોવા મળશે.
ઇમરાન-કંગના સ્ટારર 'ઉંગલી'નું મ્યૂઝિક ડિરેક્ટર સલીમ-સુલેમાને આપ્યું છે. આ ફિલ્મ 28 નવેમ્બર, 2014ના રોજ રીલિઝ થશે.