ધ એક્સપોઝ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'ધ એક્સપોઝ' ફિલ્મ 1960ના દાયકાના બોલિવૂડ પર આધારિત છે. ઘણા સમયથી ફિલ્મ્સથી દૂર રહેનાર હિમેશ રેશમિયા આ ફિલ્મમાં એક બ્રાન્ડ ન્યૂ લુકમાં જોવા મળશે. આ ફિલ્મ માટે હિમેશે ખૂબ પરશેવો પાડી 20 કિલો વજન ઉતાર્યો છે.

ફિલ્મમાં હિમેશ રેશમિયા એક સસ્પેન્ડેડ પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. ત્યાં જ યો યો હની સિંહ પણ આ ફિલ્મમાં છે. હની સિંહ એક વિલનની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મની કહાણી ડિઝાયર, સ્કેન્ડલ અને મર્ડર પર આધારિત છે. હિમેશ ફિલ્મમાં એક ડાયલોગ બોલે છે, "રાજા કા લડકા ભલે નંગા પેદા હો, લેકિન હોતા વો રાજકુમાર હી હૈ." આ સિવાય એક બીજા ડાયલોગમાં તે કહે છે, "મેં ફિલ્મ કરુંગા, લેકિન વિલન સે માર નહીં ખાઉંગા."

હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું છે. ટ્રેલરની શરૂઆતમાં ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ'ના સીનની કોપી કરવામાં આવી છે. આ સીનમાં અભિનેત્રી સોનાલી રાઉત ભિંજાયેલી સાડીમાં નજરે પડે છે.
ટ્રેલરમાં બતાડવામાં આવ્યું છે કે ઇન્ડસ્ટ્રીની સેન્સેશનલ સેક્સ સિમ્બોલની મોતથી હચન-ચલન વધી જાય છે. હવે એ એક અકસ્માત હતું, આત્મહત્યા કે પછી મર્ડર? ફિલ્મની કહાણી આની આજુ-બાજુ ફરે છે.