તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મ પ્રિવ્યુ : સત્યા 2

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રીલિઝ તારીખ : 8 નવેમ્બર, 2013
સ્ટાર કાસ્ટ : પુનીત સિંહ રતન, અનાયિકા સોતી, મહેશ ઠાકુર, અમિતરિયાન, રાજ પ્રેમી, અમલ સહેરાવત, કૌશલ કપૂર અને વિશેષ ભૂમિકામાં આરાધના ગુપ્તા.
ડાયરેકટર : રામ ગોપાલ વર્મા
પ્રોડ્યુસર : એમ. સુમંત કુમાર રેડ્ડી, ડો. અરુળ કુમાર શર્મા
મ્યુઝીક ડાયરેકટર : સંજીવ-દર્શન, નિતિન રૈકવાર, કાર્ય એરોરા, શ્રી ડી
પ્રકાર : એક્શન

કહાની :

સત્યા ગામડાંથી મુંબઇ આવે છે અને તેના બાળપણના મિત્ર નારા સાથે રહે છે. નારાને લીધે તેને બિલ્ડર પવન લહોટીની કંપનીમાં નોકરી મળી જાય છે. પવર સાથે કામ કરતાં તે ભૂતપૂર્વ ગેંગસ્ટર આર.કે. અને બીજા બિલ્ડર સંઘી સાથે સંપર્કમાં આવે છે. આર.કે અને સંધી વચ્ચેના અંગત ઝઘડાને કારણે એસીપી ભારતી બન્નેની પાછળ પડી જાય છે.

ત્યારે આરે.કે. સત્યાની મદદથી સંઘી અને એસીપીનો કાંટો કાઢવાનો પ્લાન બનાવે છે. પ્લાન સફળ થતાં સત્યાને 25 લાખ રૂપિયાનું ઇનામ મળે છે. આ પચીસ લાખથી સત્યા મુંબઇમાં ઘર ખરીદે છે અને તેની માં અને પત્નીને મુંબઇ લઇ આવે છે. તેનું પરિવાર અને તેનો મિત્ર નારા સત્યાની આ હકિકતથી અજાણ હોય છે. જ્યારે તેઓને આ વિશે જાણ થાય છે ત્યાં શરૂ થાય છે ખૂન ખરાબા અને સંબંધોની ઉથલપાથલ.