કિક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ 2014માં સલમાન ખાનની મોસ્ટ એવેટેડ ફિલ્મ 'કિક' રીલિઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાનની વિરુદ્ધ જેકલિન ફર્નાન્ડિસને કાસ્ટ કરવામાં આવી છે. પોતાની પાછલી ફિલ્મની જેમ સલમાન ખાન આ ફિલ્મમાં પણ ફુલઓન એક્શનમાં નજરે પડશે.
સલમાન ખાનની આ ફિલ્મ સાજીદ નડિયાદવાલા ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી રહ્યાં છે. કહેવામાં આવે છે કે સલમાન આ ફિલ્મમાં અલગ જ અંદાજમાં જોવા મળશે. તેની હેરસ્ટાઇલ તેની પાછલી ફિલ્મથી હટકે હશે. ફિલ્મ સાથે જોડાયેલા સુત્રોનું માનીએ તો, ફિલ્મમાં સલમાન ખાન 30-40 મિનિટ ફ્રેન્ચ કટ દાઢીમાં જોવા મળશે.
સલમાન-જેકલિન સિવાય 'કિક'માં નવાઝુદ્દીન સિદ્દીકી, મિથુન ચક્રવર્તી, રણદીપ હુડા અને અર્ચના પૂરન સિંહ પણ જોવા મળશે. 'કિક' 27 જુલાઇ, 2014ના રોજ રીલિઝ થશે.