હૈદર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશાલ ભારદ્વાજ ડિરેક્ટેડ 'હૈદર' એક ડ્રામા ફિલ્મ છે. વિશાલ આ ફિલ્મ પહેલા 'મટરુ કી બિજલી કા મંડોલા', 'સાત ખૂન માફ', 'કમીને' સહિતની કેટલીક ફિલ્મ્સ નિર્દેશ કરી ચૂક્યાં છે.
વિશાલની આ ફિલ્મમાં શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. આ બન્ને સ્ટાર્સ સિવાય તબ્બુ, કે કે મેનન અને ઇરફાન ખાન પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. 'હૈદર' ફિલ્મ સેક્સપીયરના ડ્રામા 'હેલમેટ' પર આધારિત છે.
જોકે, 'હૈદર' એક હ્યુમન ઇન્ટ્રેસ્ટ સ્ટોરી છે, જેના બેકગ્રાઉન્ડમાં આજના કાશ્મીરને દેખાડવામાં આવશે. વિશાલની આ ફિલ્મમાં વધારે પડતાં પાત્ર કાશ્મીરી છે. ફિલ્મમાં શાહિદ કપૂર, શ્રદ્ધા કપૂર અને તબ્બુ ત્રણેય કાશ્મીરીના રોલમાં નજરે પડશે.
'હૈદર'માં શાહિદ કપૂર અલગ જ અંદાજમાં જોવા મળશે. ફિલ્મમાં વિશાલ ભારદ્વાજનું જ મ્યૂઝિક છે અને તેમણે શાહિદ કપૂર સાથે મળીને ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 2 ઓક્ટોબર, 2014ના રોજ રીલિઝ થશે.