ગુજરાતી અભિનેત્રી મોના થીબા divyabhaskar.comની મુલાકાતે

મોના થીબાએ આજરોજ divyabhaskar.comની મુલાકાત લીધી હતી

divyabhaskar.com | Updated - Feb 16, 2013, 05:38 PM
mona thiba visist divyabhaskar website
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મોના થીબાએ આજ રોજ divyabhaskar.comની મુલાકાત લીધી હતી.. તેમની આગામી ફિલ્મના પ્રમોશન માટે આજે અહીં આવી પહોંચ્યા હતાં. આ ફિલ્મને લઈને મોના થીબા ઘણી જ ઉત્સુક જણાતી હતી. તેમણે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે અઢળક હિટ ફિલ્મો કરી છે.
મોના જણાવ્યું હતું કે મારા પિતા હિન્દી સિનેમા સાથે સંકળાયેલા હતા, તેનાથી ફિલ્મી કલાકારોનું ઘરમાં આવવા જવાનું રહેતું હતું આથી હું હિન્દી સિનેમાની ભવ્યતાથી અંજાઈ ગઈ હતી. અને મે પણ અભિનેત્રી બનવાનું નક્કી કરી લીધું હતું. પણ જ્યારે હું એક અભિનેત્રી બની ત્યારે મને સંઘર્ષની વાસ્તવિકતા ખબર પડી અને મારુ સપનું ચકનાચૂર થઈ ગયું. ખરેખર જે ભવ્યતા બહારથી દેખાતી હોય છે તે અંદર નથી હોતી. એસીમાં બેસીને કામ કરવું સહેલું છે પણ તડકામાં કામ કરવું ખુબજ અઘરું છે.
હીતુ કનોડિયા સાથેના સબંધો અંગે શું કહ્યું, તેને કેવો પતિ જોઈએ છે? શા માટે ગુજરાતી ફિલ્મો પિટાઈ જાઈ છે? આ સહિતની અનેક બાબતો પર મોના થીબાએ દિલ ખોલીને કરેલી વાતચીતનાં અશો વાંચો આગળ....

તસવીરોઃ કરણસિંહ પરમાર

mona thiba visist divyabhaskar website

વાત કરતાં કરતાં મોનાને પૂછવામાં આવ્યું કે જીવનના અંતિમ દિવસોમાં જો તારે કોઈ ફિલ્મ સ્ટાર્સ સાથે જીવવાનું હોય તો તું ક્યા ફિલ્મ સ્ટાર સાથે રહેવું પસંદ કરે. તો તરત જ મોનાએ જવાબ આપ્યો હતો કે તે સલમાન ખાન સાથે દિવસો પસાર કરવા ગમશે. તે સલમાનની ડાયહાર્ડ ફ્રેન્ડ છે. તે સલમાનની ફિલ્મ્સ ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોવાનું પસંદ કરે છે. 

mona thiba visist divyabhaskar website

મોનાના પિતાનું નામ બાબુભાઈ થીબા છે અને માતાનું નામ રશીલાબેન થીબા છે.

મોના જણાવે છે કે ગુજરાતી કલ્ચર જેમાં ન હોય તેવી એકપણ ગુજરાતી ફિલ્મ મે કરી નથી.

ભોજપુરી ફિલ્મોમાં પણ એક્ટિંગનો જાદુ પાથરી ચુકી છે. રસપ્રદ વાત એ છે કે સાજીદ ખાન દિગ્દર્શિત આગામી ફિલ્મ હિંમતવાલામાં (રિમેક) પણ તેમણે અજય દેવગણ સાથે એક ગીતમાં અભિનય કર્યો છે.

mona thiba visist divyabhaskar website
- હું નાનપણથી જ જ જીદ્દી છું
-મારા પિતા ઘણા સ્ટ્રીક હતા. હું ફિલ્મમાં આવું તેવું તે ઈચ્છતા ન હતા.
-મારી માતાએ મને ઘણી મદદ અને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.
-મારે ફિલ્મમાં આવવું હતું તે વાત હું પિતાજીને કહી શકતી ન હતી. પણ મારા મમ્મીએ તેમને મનાવ્યા હતા.
-ટૂંક સમયમાં જ તેની ફિલ્મ 'રજવાડી બાપુને રંગ છે' આવવાની છે.
mona thiba visist divyabhaskar website
મોના વધુમાં જણાવે છે કે ટીવીએ દર્શકોને ખુબ શાણા બનાવી દીધા છે. તેનાથી અમારે ઘણા પડકારોથી કામ કરવું પડે છે.
-હીતુ કનોડિયા વિશે વાત કરતા તે જણાવે છે કે તે એક સારો એક્ટર છે, તેણે મને સંઘર્ષના દિવસોમાં ઘણી મદદ કરી હતી. હું તેની પાસેથી ઘણું શીખી છું. અમારા વિષે સોશિયલ મીડિયામાં જે અફવાઓ ફેંલાઈ રહી છે તેના વિશે હું કહેવા માંગીશ કે લોકો મિત્રતાને શા માટે આવી નજરે જુએ છે.
mona thiba visist divyabhaskar website

ફેસબુક પર મોનાને મિત્ર બનાવવા ઈચ્છતા લોકો માટે માઠા સમાચાર છે. મોના કહે છે કે મારા નામે ફેસબૂક પર ચાર ડમી એકાઉન્ટ છે. આ  ટાઈમપાસ કરવાનું ફાલતું સાધન છે.  મારી પાસે આવો સમય નથી. હું ફેસબૂકમાં જાડાવા ઈચ્છતી નથી. છોકરીઓએ આમાં જોડાવું ન જોઈએ.

mona thiba visist divyabhaskar website
- નાનપણની યાદો અંગે મોના તારૂં શું કહેવું છે?
 
મોના કહે છે કે તે ઘણી જ ડાહી છોકરી છે. તે આજ્ઞાંકિત છે. જોકે, તેને ભણવામાં બિલકુલ રસ નહોતો અને તેથી જ કદાચ તે અભિનેત્રી બની ગઈ છે. મોના આગળ જણાવે છે કે તે જીદ્દી બહુ જ હતી. તેની મમ્મી જ્યારે ઘરની બહાર જાય ત્યારે તે માત્ર બે જ વસ્તુઓ મંગાવતી હતી. ફૂલ અને ચેવડો. મોનાને ચેવડો ઘણો જ ભાવે છે. તેને પિતાનો ડર ઘણો જ છે. સ્વભાવે મોના ઘણી જ ડરપોક છે. 
 
mona thiba visist divyabhaskar website
મોના, તારા જીવનમાં એક ગંભીર અકસ્માત થયો હતો, તો તેમાંથી તું કઈ રીતે બહાર આવી
 
હું રાજપીપળાથી શૂટિંગ કરીને રાજકોટમાં મારી એક ફિલ્મના પ્રીમિયરમાં જતી હતી. રાત્રે 10.30ની આસપાસ હું કારમાં રાજકોટ તરફ જતી હતી. આ સમયે ડભોઈ આગળ રાત્રે બંધ ટ્રકની અંદર તેની કાર જતી રહી હતી. તે પૂરેપૂરી લોહીલુહાણ થઈ ગઈ હતી. તેના ચહેરા પર ઘણી જ ઈજા થઈ હતી. અકસ્માત થયા બાદ 6-7 દિવસો પછી તેને ખબર પડી કે તેને ખરેખરમાં શું થયું છે. અકસ્માતને કારણે તેનો ચહેરો બગડી ગયો હતો. તેની પહેલી પ્લાસ્ટિક સર્જરી વડોદરામાં કરવામાં આવી અને બીજી સર્જરી મુંબઈમાં કરવામાં આવી હતી. આ અકસ્માતને કારણે તેની કરિયર પર લગભગ પૂર્ણવિરામ મૂકાઈ ગયું હતું. જે ફિલ્મ્સ તેણે સાઈન કરી હતી, તેમાં બીજી અભિનેત્રીઓને લઈ લેવામાં આવી હતી. જ્યારે અન્ય ફિલ્મ્સ અટકી પડી હતી. અકસ્માતમાંથી ઉગર્યા બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ફરી પાછું સ્થાન મેળવવા માટે મોનાએ ભોજપુરી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. પછી તેણે ગુજરાતી ફિલ્મ્સમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 
mona thiba visist divyabhaskar website
હાલમાં ક્યા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે
 
'સોહાગણ શોભે સાસરીયે', 'તુ મારો કોણ લાગે છે', 'રજવાડી બાપુને રંગ' જેવી ફિલ્મ્સ કરી રહી છું. 'રજવાડી બાપુને રંગ' એક બિગ બજેટ ફિલ્મ્સ છે.
mona thiba visist divyabhaskar website
- ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવી ત્યારે તારા પિતાનો ઘણો જ વિરોધ હતો, તો તેમને તે કઈ રીતે મનાવ્યાં?
 
મને નાનપણથી જ ગ્લેમરની ચકાચૌધ પસંદ હતી. મને અભિનેત્રી બનાવવાનો ઘણો જ શોખ હતો. મારા પિતાને હું અભિનેત્રી બનું તે પસંદ નહોતું. જ્યારે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવી ત્યારે મને ફિલ્મ્સની પ્રાથમિક માહિતી પણ નહોતી. મને ખાલી ડાન્સ થોડો આવડતો હતો. પિતા સાથે એક જ ઘરમાં રહેવા છતાંય મારી સાથે પિતા એક વર્ષ સુધી વાત કરતાં નહોતાં. મારે મારા પિતાને સાબિત કરીને બતાવવાનું હતું કે હું એક સારી અભિનેત્રી છું. મારી કરિયરના પહેલાં જ વર્ષે મને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. તે ક્ષણ મારા માટે ઘણી જ મહત્વની હતી. 
 
- ગુજરાતીમાં 'ડર્ટી પિક્ચર' બને તો તું વિદ્યા બાલનની જેમ હોટ સીન્સ આપવા તૈયાર થઈશ?
 
ના, બિલકુલ નહીં. મેં મારી આસપાસ એક બોર્ડર લાઈન ડ્રો કરીને રાખી છે અને તે ક્રોસ કરવાનો સહેજ પણ વિચાર નથી. 
 
- ઢોલિવૂડમાં તારી અને હિતુ કનોડિયાની ઓફ સ્ક્રિન અને ઓન સ્ક્રિન કેમેસ્ટ્રીની ઘણી જ ચર્ચા થાય છે, તો તે વિષે તારે શું કહેવું છે?
 
હું હિતુનું નાનપણથી ચાહક છું. મેં અને હિતુએ 19 ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. એટલે મારી અને હિતુની કેમેસ્ટ્રી સારી છે. આટલી ફિલ્મ્સમાં સાથે કામ કર્યા બાદ અમારી વચ્ચે ઘણી જ અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ છે. અમે એકબીજાને સમજી શકીએ છીએ અને અમે સારા મિત્રો છીએ. 
mona thiba visist divyabhaskar website
- 'સૂરજ ઉગ્યો શમણાં'ને દેશ આ ફિલ્મમાં તે કિસિંગ સીન્સ આપ્યાં હતાં, આને લઈને ઘણો જ વિવાદ થયો હતો, આ અંગે શું કહેવું છે?
 
ફિલ્મમાં મારું પાત્ર ગામડાંની ભણેલી યુવતીનું હોય છે, જ્યારે હિતુ એક અભણ અને વિલનનો રાઈડ હેન્ડ માણસ હોય છે. તેને પ્રેમમાં બિલકુલ વિશ્વાસ જ નથી. આ કિસિંગ સીન ઘણો જ મહત્વનો હતો. આ સીન બાદ તેનામાં પરિવર્તન આવે છે. ડિરેક્ટરે મને અને હિતુને ઘણાં જ સમજાવ્યા પછી હું આ સીન માટે તૈયાર થઈ હતી. જો ફિલ્મમાં હિતુ કનોડિયા ના હોત તો હું આ કિસિંગ સીન કરવા તૈયાર થાત પણ નહીં. હવે, હું આ પ્રકારના સીન્સ ક્યારેય ભજવીશ નહીં. 
 
- અભિનેત્રી ના હોત તો તું શું બની હોત?
 
અભિનેત્રી ના હોત તો હું ચોક્કસથી ફેશન ડિઝાઈનર બની હોત. મારે બસ ગ્લેમર વર્લ્ડ સાથે સંકળાવું હતું.
 
- બિપાશાની આંખોમાં, માધુરીની સ્માઈલમાં સેક્સ અપીલ છે, તો તારામાં સેક્સ અપીલ શેમાં છે?
 
આંખોમાં. લોકોને અને મને પણ મારી આંખો ઘણી જ પસંદ છે. ઘણાં લોકોને મારા અવાજમાં સેક્સ અપીલ લાગે છે. મને ભાષા એટલી આવડતી નથી પરંતુ મારી બોડી લેંગ્વેશને મને ઘણો જ ફાયદો થયો છે. 
mona thiba visist divyabhaskar website
- શું ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કાસ્ટિંગ કાઉચ થાય છે?
 
કાસ્ટિંગ કાઉચ દરેક ક્ષેત્રમાં થાય છે. પછી તે કોર્પોરેટ વર્લ્ડ હોય કે ડોક્ટરી લાઈન હોય. આ ક્ષેત્રમાં પણ કાસ્ટિંગ કાઉચ થાય જ છે. લોકો શોર્ટકટ અપનાવીને આગળ આવવા માંગે છે. મારી સાથે મારા પિતાનું નામ હતું અને તે જ કારણે તે કાસ્ટિંગ કાઉચમાંથી બચી ગઈ છે. ખરી રીતે તો, કાસ્ટિંગ કાઉચ થવા દેવું કે નહીં તે જે-તે વ્યક્તિ પર નિર્ભર હોય છે. ઘણીવાર તો મારી સાઈન કરેલી ફિલ્મ્સ બીજી અભિનેત્રીઓ આવી ગઈ છે. અભિનેત્રીઓ શોર્ટકટ અપનાવીને મારી ફિલ્મ્સ લઈ લેતો હોય છે. કેટલીક ફિલ્મ્સમાં તો બે-ત્રણ દિવસ શૂટિંગ પણ કરેલું પણ પાછળથી અન્ય અભિનેત્રી આવી ગઈ હતી. 
 
- ગેંગરેપના આરોપીઓને કેવા પ્રકારની સજા આપવાની માંગણી કરીશ?
 
તરત જ મોતની સજા. આ ગુનાની કલ્પી પણ ના શકાય તેવી જ સજા હોવી જોઈએ. આનો વિચાર કરે તેવી વ્યક્તિને પણ સજા મળવી જોઈએ. 
 
- ગુજરાતી ફિલ્મ્સ લોકોને ઓછી પસંદ છે, તે અંગે તારું શું કહેવું છે?
 
આપણાં ત્યાં ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ નથી. લોકોને ગુજરાતી ફિલ્મ્સને લઈને ઘણો જ અણગમો છે. પહેલાં તો આ દૂર કરવાની જરૂર છે. સારી ગુજરાતી ફિલ્મ્સ બને છે પણ લોકો તે જોવા જ તૈયાર થતાં નથી. મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ્સ જાય છે પણ ઓડિયન્સ ના મળવાને કારણે ફિલ્મ્સ ઉતરી જતી હોય છે. સાથે નિર્માતાઓએ પણ ફિલ્મનું બજેટ વધારવું જોઈએ.
mona thiba visist divyabhaskar website
- ગુજરાતી ફિલ્મ્સના હિરો બેડોળ હોય છે, જ્યારે અભિનેત્રીઓ 36-24-36ની સાઈઝ પ્રમાણે હોતી નથી, તો તેમને કઈ ટિપ્સ આપીશ?
 
તેમને વધારે નાણાં મળવા જોઈએ. સ્ટાર્સે પોતાના ફિગરને લઈને મહત્વ આપવું જોઈએ. અભિનેત્રીઓએ પણ પોતાનું ફિગર પોતાના માટે મેઈનટેઈન કરવું જોઈએ. હું રોજ એક કલાક ચાલવા જાઉં છું, યોગ કરું છું. અભિનેત્રીઓને પણ એ જ સલાહ આપીશ કે ફિગર પર ધ્યાન આપવું જરૂરી છે. સુપરથીન નહીં પણ થીન હોવું જરૂરી છે. 
 
- કેવો લાઈફ પાર્ટનર પસંદ છે? 
 
બહુ પૈસા વાળો લાઈફ પાર્ટનર પસંદ નથી. મારી સંભાળ લે, મને ખૂબ જ પ્રેમ કરે, મને સમજી શકે તેવો લાઈફ પાર્ટનર પસંદ છે. તેની પાસે પૈસા ઓછા હશે તો ચાલશે. તેની પાસે મર્સિડિઝ બેન્ઝ નહીં હોય તો પણ ચાલશે. બસ, તે મને બહુ જ પ્રેમ કરતો હોવો જોઈએ. મને ભગવાન ઉપર પુરો વિશ્વાસ છે કે એક દિવસ આવો પાર્ટનર મને જરૂર મળશે.
 
- ગુજરાતી કઈ વાનગી પસંદ છે?
 
મને ખાવાનો ઘણો જ શોખ છે. દાળ ઢોકળી, ખાંડવી મને બહુ જ ભાવે છે. મને ઘરનું ખાવાનું ઘણું જ પસંદ છે. આ સિવાય હું ભાખરીની દિવાની છું.
mona thiba visist divyabhaskar website
- ઘરમાં સૌથી કોની નજીક છે?
 
મમ્મીની. મને મમ્મીએ હમેંશા સપોર્ટ કર્યો છે. 
 
- ગુજરાતીમાં ક્યા અભિનેતા સાથે કામ કરવું પસંદ છે અને બોલિવૂડની અને ઢોલિવૂડની કઈ અભિનેત્રી ગમે છે?
 
ગુજરાતીમાં નરેશ કનોડિયા સાથે કામ કરવું પસંદ છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની રાગીણી અને સ્નેહલતા પસંદ છે, જ્યારે બોલિવૂડમાં મને કરિના કપૂર ઘણી જ પસંદ છે. 
 
- રજાઓ મળે તો ક્યાં જવાનું પસંદ છે?
 
ગુજરાતમાં ગીર અને ગામડાં પસંદ છે. મુખ્ય રીતે મને જ્યાં એકદમ શાંતિ હોય અને પ્રદૂષણ ના હોય એવી જગ્યાઓ વધારે પસંદ છે. મુંબઈમાં તો કંઈ ફરવા જેવું છે જ નહીં. વિદેશમાં મને સ્વીત્ઝરલેન્ડ અને લંડન પસંદ છે. 
mona thiba visist divyabhaskar website
- ડ્રિમ રોલ ક્યો છે?
 
સદામામાં શ્રીદેવીએ જે રોલ કર્યો હતો, તે ભજવવાની ઈચ્છા છે. 
 
- ફેવરિટ ગેમ - થ્રો બોલ અને બેડમિન્ટન
 
- અમદાવાદની કઈ વાત સૌથી વધારે ગમે અને કઈ વાત ના ગમે?
 
અમદાવાદનો ટ્રાફિક બિલકુલ પસંદ નથી. જ્યારે મારી આઠ ફિલ્મ્સના ડિરેક્ટર્સ અમદાવાદી છે અને તે તમામ ફિલ્મ્સ હિટ રહી છે. આ સિવાય લોકો એમ કહેતા હોય છે કે અમદાવાદીઓનો ભરોસો કરવો નહીં પણ મને આવો કોઈ ખરાબ અનુભવ થયો નથી.
X
mona thiba visist divyabhaskar website
mona thiba visist divyabhaskar website
mona thiba visist divyabhaskar website
mona thiba visist divyabhaskar website
mona thiba visist divyabhaskar website
mona thiba visist divyabhaskar website
mona thiba visist divyabhaskar website
mona thiba visist divyabhaskar website
mona thiba visist divyabhaskar website
mona thiba visist divyabhaskar website
mona thiba visist divyabhaskar website
mona thiba visist divyabhaskar website
mona thiba visist divyabhaskar website
mona thiba visist divyabhaskar website
mona thiba visist divyabhaskar website
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App