મેઘા-મોહનની ગ્રાન્ડ સંગીત સેરેમની

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

‘ના બોલે તુમ ના મને કુછ કહાં’ના મોહન અને મેઘા હાલ કપરા સમયમાંથી પસાર થઇ રહ્યાં છે અને તેઓ લવ-હેટ રિલેશનશિપમાં છે. જ્યારથી આ શો શરૂ થયો છે, ત્યારથી દર્શકો એ વાતની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે કે, શોના લીડ કપલ વચ્ચે રોમાન્સ જાગે. મેઘા અને તેના બે સંતાનો માટે પરિકથા સમાન અંત આવે તેવી આશા બધા રાખી રહ્યાં છે, પરંતુ ઘણા લાંબા સમયથી મોહન માટેની પોતાની લાગણીઓ સાથે ફાઇટ કરતી જોવા મળી રહી છે અને રિદ્ધિમાના આગમન બાદ કોમ્પલિકેટેડ બનેલી પરિસ્થિતિએ આપણને એક અલગ સ્થિતિમાં લાવીને મુકી દીધા છે.

શોમાં ત્યારે ટ્વિસ્ટ આવ્યો જ્યારે, મોહન રિદ્ધિમા સાથે લગ્ન કરવા જઇ રહ્યો હતો અને રિદ્ધિમા મોહન-મેઘાના પ્રેમ અંગેની જાણ થયા બાદ લગ્ન કરવાનું માંડી વાળે છે. હવે, બધુ વ્યવસ્થિત થઇ ગયું છે, મોહન અને મેઘાને એક થવાનો સમય આવી ગયો છે.

આજે રાત્રે પ્રસારિત થનાર એપિસોડમાં કપલ સંગીત સેરેમનીનું ધુમધામથી આયોજન કરવામાં આવશે. કલર્સની તમામ લીડિંગ લેડીઝ આ સેરેમનીમાં ભાગ લેશે અને પરફોર્મ કરશે. દીપિકા સિમસોન(સસુરાલ સિમર કાની સિમર), હુનર અલી( છલ- શેહ ઓર માતની અદિતી), કિર્તિ નાગપુરે(પરિચયની સિદ્ધિ), શ્રીજિતા ડે(ઉતરણની મુક્તા) પ્રીતિ ચૌધરી(કાઇરીની અમ્બી) અને દ્રષ્ટી ધામી( મધુબાલા...એક ઇશ્ક, એક જુનૂનની મધુ). આ તમામ લીડિંગ લેડીઝ મેડ્લિ પર પરફોર્મ કરશે અને સેરેમનીમાં કલર્સ પુરશે. અહીં સેરેમનીની કેટલીક તસવીરો રજુ કરવામાં આવી છે.