સોનાક્ષી-બિપાશા-નીતાનો છે આગવો ઠાઠ, જુઓ ખાસ તસવીરોમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
11મી નવેમ્બરના રોજ મુંબઈમાં માર્ક્સ એન્ડ સ્પેન્સર કંપનીએ પોતાનોએક નવો સ્ટોર લોન્ચ કર્યો હતો. આ લોન્ચિંગ ઈવેન્ટમાં બોલિવૂડની બે સુંદર અભિનેત્રીઓએ ભાગ લીધો હતો.
સોનાક્ષી અને બિપાશા સ્ટાઈલિશ લુકમાં જોવા મળ્યાં હતાં. આ પ્રસંગે સચિન તેંડુલકરની નિવૃત્તી અંગેની વાત પણ થઈ હતી. બંનેએ સચિનને શુભકામના પાઠવી હતી. સોનાક્ષીએ સચિનનો આભાર માન્યો હતો. તેણે સચિનને કહ્યુ હતુ કે સચિનને એવી અનેક તકો આપી જ્યારે આપણને ગર્વ થયો છે.
તો, બિપ્સે એમ કહ્યું હતું કે આપણે બધા સચિનને મિસ કરીશું અને આખી દુનિયા તેને મિસ કરશે. ઉલ્લેખનીય છે કે 14 નવેમ્બરના રોજ સચિન પોતાની અંતિમ મેચ રમશે અને પછી સંન્યાસ લઈ લેશે.
સ્ટોર લોન્ચિંગની તસવીરો....