• Gujarati News
  • Manoj Kumar To Take Legal Action Against Om Shanti Om Makers

મનોજ કુમારને આવ્યો ગુસ્સો, ઠોકી દીધો શાહરૂખ પર કેસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફરાહ ખાન દિગ્દર્શિત 2007માં રીલિઝ થયેલી ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ ગઈ છે.

જૂના જમનાના લોકપ્રિય અભિનેતા મનોજ કુમારે આ ફિલ્મના નિર્માતા શાહરૂખ ખાન પર માનહાનિનો દાવો ઠોકી દીધો છે.

ખરી રીતે તો, આ ફિલ્મ જાપાનમાં રીલિઝ થઈ છે. જોકે, આ ફિલ્મમાંથી તે સીન્સ બિલકુલ હટાવવામાં નથી આવ્યાં, જેમાં મનોજ કુમારની ઘણી જ મજાક ઉડાવવામાં આવી હતી.

મનોજ કુમાર આ વાતથી ગુસ્સે થઈ ગયા છે અને તેમણે શાહરૂખની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ પર કેસ કર્યો છે.