\'ગુમનામ\' મમતાએ મુસ્લિમ કેદી સાથે કરી લીધા છે લગ્ન, પતિ આવ્યો જેલ બહાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડમાં 90નાં દાયકામાં મમતા કુલકર્ણી બોલ્ડ ગર્લ તરીકે જાણીતી હતી.પરંતુ છેલ્લા એક દાયકાથી તે મુંબઇ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અદ્રશ્ય છે.તેમણે એક મેગેઝીન માટે ટોપલેસ અવસ્થામાં પોઝ આપતાં ચારે બાજુ ચર્ચામાં છવાઇ હતી. મમતા છેલ્લા ઘણાં સમયથી ગુમનામીનાં અંધકારમાં ધકેલાઇ ગઇ છે.

ત્યારે, તેની ચર્ચાઓ પણ હવે તો બંધ થઇ ગઇ છે. તે આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલર વીકી ગોસ્વામીનાં પ્રેમમાં હતી. વર્ષ 1997માં તેની 6 મિલિયન ડોલરની કિંમતનાં 11.5 ટન મેન્ડ્રેક્સની હેરાફેરીમાં ધરપકડ કરાઇ હતી અને દુબઇ જેલમાં બંધ કરવામાં આવ્યો હતો.

એક અંગ્રેજી અખબારનાં અહેવાલ મુજબ વીકી હાલ 52 વર્ષનો છે. દુબઇની જેલમાંથી તેને 15 નવેમ્બર 2012નાં રોજ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. તેની વર્તણુંકને કારણે તેની સજામાં રાહત આપવામાં આવી હતી. જેલવાસ દરમિયાન તેમણે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને મમતા કુલકર્ણી સાથે લગ્ન કર્યાં હતાં.

એક જમાનાની જાણીતી બોલિવૂડ અભિનેત્રી મમતા દુબઇમાં તેના પતિ વીકીનો રિઅલ એસ્ટેટ અને હોટલ બિઝનેસ સંભાળતી હતી.આ દંપતિની નજીકનાં સૂત્રએ જણાવ્યું કે,' વીકી હાલ તેની પત્ની મમતા સાથે નાઇરોબીમાં રહે છે'

મમતાનાં પતિનાં જેલવાસ, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા અને નાઇરોબીમાં વસવાટ અંગે વધુ જાણવા આ તસવીરો બદલો