• Gujarati News
  • Major Fire Occurred At Bollywood Actress Riya Sen’s Apartment In Mumbai

મોડી રાત્રે રિયા સેનના ફ્લેટમાં આગ, અભિનેત્રી માતા સાથે હતી હાજર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફ્લેટમાં આગ લાગ્યા પછી બિલ્ડિંગની બહાર અભિનેત્રી રિયા અને તેણે કરેલી ટ્વિટ)
મુંબઇ: રવિવારે મોડી રાત્રે બોલિવૂડ અભિનેત્રી રિયા સેનના ટ્વિન એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આ ઘટના લગભગ રાત્રે બે વાગ્યે બની હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયરફાયટર્સ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સૂત્રો પ્રમાણે, રિયા સેનના બેડરૂમમાં લાગેલા એરકન્ડીશનરમાં શોર્ટ સર્કિટ થવાને લીધે આગ લાગી હતી.
આગ લાગી ત્યારે એક એપાર્ટમેન્ટમાં બોલિવૂડ અભિનેત્રી રિયા સેન તેની માતા મુન મુન સેન અને પિતા સાથે હાજર હતી. જોકે, ત્યાં હાજર લોકોના કહ્યાં પ્રમાણે, તેમને કોઇ ઇજા પહોંચી નથી.
ડીવીઝન ફાયર ઓફિસર અભય કેલેએ જણાવ્યું હતું કે, બે હાઇ પ્રેસર વોટર જેટની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યું છે. તેમના કહ્યાં મુજબ કન્ટ્રોલ રૂમને રાત્રે લગભગ 1.45થી 2 વાગ્યાની આસપાસ આગ અંગે જાણ થઇ હતી. ઘટના સ્થળે પહોંચેલા ફાયર ઓફિસર પ્રમાણે આગ બ્લિડિંગના છઠ્ઠા માળે લાગી હતી. આગ છઠ્ઠા માળે આવેલા બે જોઇન ફ્લેટમાં લાગી હતી. જોકે, બે વોટર જેટની મદદથી સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ લાગવાના કારણ અંગે હાલ તપાસ ચાલુ છે.
આ અંગે રિયાએ ટ્વિટ કર્યું હતું, “ Our buildings on fire ! We've lost two of our flats ! And the fire engine took an hour to arrive ! Shame on this country !