• Gujarati News
  • Latest News In Hindi Shahrukh Film Happy New Year Strange Promotion Way

'હેપ્પી ન્યૂ ઇયર' માટે ટ્વિટર શાહરૂખ બન્યો ચાર્લી, દીપિકા બની મોહિની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: શાહરૂખ, દીપિકા, અભિષેક અને બોમન ઇરાનીનું ટ્વિટર પેજ)

નવી દિલ્હી:
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ ફિલ્મ 'હેપ્પી ન્યૂ યર'ને હિટ બનાવવા માટે સોશિયલ મીડિયામાં જાત-જાતના પ્રયોગ કરી રહ્યાં છે. ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા સ્ટાર્સે તેમના ટ્વિટર પેજ પર પોતાના નામ પણ ફિલ્મના પાત્રોની જેમ બદલી નાખ્યા છે. શાહરૂખ ખાને ટ્વિટર પર પોતાનું ચાર્લી, દીપિકાએ મોહિની, બોમન ઇરાનીએ ટેમી અને અભિષેક બચ્ચને નંદૂ કરી દીધુ છે. આ ફિલ્મમાં તેમના પાત્રના નામ છે.
સોશિયલ મીડિયામાં હિટ થયું ટ્રેલર
ફિલ્મ 'હેપ્પી ન્યૂ યર'નું ટ્રેલર સોશિયલ મીડિયમાં હિટ થયું છે. ફરાહ ખાનના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મનું ટ્રેલર અત્યાર સુધી સાત લાખથી વધારે લોકો જોઇ ચૂક્યાં છે. ઓફિશિયલ ટ્રેલરને ફિલ્મની નિર્માતા કંપની 'રેડ ચિલી એન્ટરટેઇનમેન્ટ'ના પેજ પર લગભગ 468,297 લોકો જોઇ ચૂક્યાં છે. ત્યાં જ, યશરાજ ફિલ્મ્સના પેજ પર 296,683 લોકો જોઇ ચૂક્યાં છે.
સ્ટારકાસ્ટ
ફિલ્મ 'હેપ્પી ન્યૂ યર' તેની સ્ટારકાસ્ટને લઇને ચર્ચામાં છે. 'ચેન્નાઇ એક્સપ્રેસ'ની જોડી શાહરૂખ-દીપિકા ફરી એક વાર મોટા પડદે જોવા મળશે. દીપિકા સાથે શાહરૂખની જોડી હિટ રહી છે. 'ઓમ શાંતિ ઓમ'માં પણ બન્નેની જોડી દર્શકોને ખૂબ પસંદ પડી હતી. 'હેપ્પી ન્યૂ યર'માં બોમન ઇરાની, અભિષેક બચ્ચન અને વિવાન શાહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ટ્રેલરમાં ફિલ્મ એક્શન અને કોમેડી ડ્રામાથી ભરપૂર લાગી રહી છે. ફિલ્મ દિવાળી પર રીલિઝ થશે.

આગળ જુઓ, 'હેપ્પી ન્યૂ યર'નું ટ્રેલર...