તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિલ્મ રિવ્યૂઃ રીતિક અને રાકેશે કર્યો 'ક્રિશ 3'ને રોશન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રીતિક રોશનની વધુ એક ફિલ્મ આપની સમક્ષ આવી ગઈ છે.આ ફિલ્મ એક બિગ બજેટ ફિલ્મ છે. આ પહેલાંના બન્ને ભાગે જ્વલંત સફળતાઓ હાંસલ કરી હતી,પણ આ ફિલ્મની વાત કંઈક અલગ જ છે. ફિલ્મની સ્પેશ્યલ ઈફેક્ટ સમગ્ર વાતાવરણને જીવંત બનાવે એવી છે.નોંધપાત્ર પાત્ર વાત તો એ છે કે ફિલ્મની આ સ્પેશ્યલ ઈફેક્ટ ભારતમાં જ કરવામાં આવી છે.આ એક હોલિવૂડ કક્ષાની ફિલ્મ છે. જે તમારું મનોરંજન કરવા માટે કાફી છે.

'ક્રિશ 3' એક ફેમિલિ ડ્રામા અને એક સુપરહિરોની દેશી વાર્તા છે.ક્રિશ દુનિયાને દુષ્ટોથી બચાવવા ઉતરી પડે છે.ફિલ્મમાં આ વખતે ખલનાયક તરીકે વિવેક ઓબેરોય જોવા મળશે.તે વ્હીલચેર પર હોય છે અને તે માત્ર તેનું માથુ અને બે આંગળીઓ જ હલાવી શકે છે.માત્ર આટલી તાકાતથી તે દુષ્ટોની દુનિયાને ચલાવે છે. તે લેબોરેટરીમાં પ્રયોગો કરી પોતાની આર્મી 'માનવર્સ'નું સર્જન કરે છે. 'માનવર્સ'ની આ આર્મી પ્રાણી અને માણસમાંથી સર્જવામાં આવે છે.

તો બીજી તરફ ફિલ્મનો મુખ્ય નાયક ક્રિષ્ના(રીતિક રોશન)એ તેની પ્રેમિકા પ્રિયા(પ્રિયંકા ચોપરા) સાથે લગ્ન કરી લીધા હોય છે.તે તેના પિતા સાથે રહેતો હોય છે, રોહીત મહેરા(આ ભૂમિકા પણ રીતિક રોશને નિભાવી છે) સમાજનું ભલુ કરવા માટે કામ કરતો હોય છે.તેનું મુખ્ય ધ્યેય પ્રયોગો કરવાનું હોય છે.તે સૂર્ય કિરણોની મદદથી મૃત્યુ પામેલાઓમાં જીવન નાખવાના પ્રયાસોમાં લાગેલો હોય છે.

ફિલ્મના નિર્દેશક રાકેશ રોશન દર્શકોને મનોરંજન પુરુ પાડવા ભરપૂર પ્રયાસો કર્યા છે અને તેમા તે ખરા પણ ઉતર્યા છે.ક્રિશની એન્ટ્રીનો સીન જબરદસ્ત રીતે ફિલ્માવવામાં આવ્યો છે.આ ફિલ્મનું જમા પાસુ રીતિક રોશન છે.ફિલ્મમાં રીતિકે કુલ (રોહીત, ક્રિશ, ક્રિષ્ના)ત્રણ ભૂમિકાઓ કરી છે. ફિલ્મમાં રીતિકે જે રીતે એક્શન સીન કર્યા છે તે જોતા લાગી રહ્યું છે કે, ભારતીય સિનેજગતના મુખ્ય પ્રવાહનો કોઈ અભિનેતા આ પ્રકારના સીન્સ કરી શકે નહીં.તેમાં પણ તેની તામ્રવર્ણી કાયા તો હોલિવૂડ સ્ટારને પણ શરમાવે એવી છે.

ફિલ્મ મેકર દરેક સ્ટાર પાસે શાનદાર અભિનય કરાવવામાં સફળ રહ્યાં છે.વિવેક ઓબેરોયે વિલનની ભૂમિકા જબરદસ્ત રીતે નિભાવી છે.તે ફિલ્મમાં મોટાભાગે વ્હીલચેર પર જોવા મળ્યો હોવાછતાં તેણે ભલભલાને પછાડ્યા છે.તો કંગના પણ તેની છાપ છોડવામાં જરાપણ પાછી પડી નથી. ફિલ્મ ગીતો દરમિયાન નબળી પડી જાય છે.આ એક્શન પેક ફિલ્મનું સંગીત કંઈક જુના જમાનાનું હોય તેવું લાગે છે.જ્યારે પ્રિયંકાનો ચાર્મ દરેક સીનમાં ઉભરી આવે છે.માત્ર એટલું જ નહીં તે રીતિક સામે ટટ્ટાર ઉભી રહી છે.

ફિલ્મમાં સલીમ-સુલૈમાનનું બેકગ્રાઉન્ડ મ્યૂઝીક પણ શાનદાર અને જાનદાર છે. સિનેપ્રેમીઓ માટે આ દિવાળીએ આ ફિલ્મથી સારી કઈ ગીફ્ટ હોય શકે?