તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ક્રિશ-3' સમીક્ષકોને લાગી માથુ પકવનારી, દર્શકો બન્યા પાગલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત શુક્રવારના રોજ 'ક્રિશ 3' રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મ લગભગ 4000 જેટલી સ્ક્રીન પર રીલિઝ કરવામાં આવી હતી.દેશના મોટા ભાગના સિનેમાઘરોમાં ફિલ્મના શો હાઉસફુલ રહ્યા છે. જાણીતા ફિલ્મ સમીક્ષક તરન આદર્શે ટ્વિટ કર્યું કે, સિંગલ સ્ક્રીન સિનેમાઘરો તો સંપૂર્ણ હાઉસફુલ રહ્યા છે.જ્યારે બીજા સિનેમાઘરો પણ 90 ટકા દર્શકો મેળવવામાં સફળ રહ્યા હતાં. આ ફિલ્મ પ્રત્યે દર્શકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ ફિલ્મ સમીક્ષકોમાં તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.
ફિલ્મ પંડિતોએ આ ફિલ્મ અંગે લખ્યું છે કે, આ ફિલ્મ પ્રથમ દિવસે 20થી 22 કરોડની કમાણી કરશે.આ દિવસ વર્કીગ ડે હોવાથી કલેક્શન પર અસર દેખાશે,પણ દિવાળી બાદ ફિલ્મ સડસડાટ ઉપડશે.
ટ્રેડ નિષ્ણાત તરન આદર્શે ટ્વિટ કર્યું છે કે,' 'ક્રિશ 3' બોક્સ ઓફિસ પર વિક્રમ સર્જવા તૈયાર છે અને આ ફિલ્મ નવા ટ્રેન્ડ સેટ કરશે'
'ક્રિશ 3' અંગે કોણે શું કહ્યું તે અંગે જાણવા આ તસવીરો બદલો