રીતિકે પછાડ્યા સલ્લુ-શાહરૂખને,'ક્રિશ 3'ની કમાણીમાં ભારે ઘટાડો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રીતિક રોશન, પ્રિયંકા ચોપરા અને કંગના રનૌત સ્ટારર 'ક્રિશ 3' સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે રીલિઝ થયાના પ્રથમ સપ્તાહમાં જ કમાણી મામલે બેવડી સદી ફટકારી દીધી છે.આ કમાણીમાં વિદેશી કમાણી પણ સમાવવામાં આવી છે. રીલિઝના પાંચમાં દિવસે જ આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ હતી.
આ સુપરહિરો ફિલ્મે પ્રથમ સપ્તાહના અંતે દેશમાં કુલ 166.52 કરોડની અને વિદેશમાં 36 કરોડની કમાણી કરી છે.આમ દેશ અને વિદેશની કમાણી મળીને 200 કરોડ થઈ ગઈ છે.સ્થાનિક બોક્સ ઓફિસ પર સાતમા દિવસે કમાણીમાં 40 ટકા જેવો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
'ક્રિશ 3'ની કમાણી અને શાહરૂખ-સલમાનને આપેલી પછડાટ અંગે જાણવા આ તસવીરો બદલો