તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ક્રિશ 3'ની બોક્સ ઓફિસ પર દિવાળી, તોડ્યા અનેક વિક્રમો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત શુક્રવારે પ્રિયંકા ચોપરા, રીતિક રોશન અને વિવેક ઓબેરોય સ્ટારર 'ક્રિશ 3' રીલિઝ થઈ હતી.આ ફિલ્મે રીલિઝ થયા પહેલા જ લોકોમાં ઉત્કંઠા જગાવી હતી.
આ ફિલ્મને લોકોએ દિવાળીની ગીફ્ટ માની શાનદાર પ્રતિસાદ આપ્યો છે,પ્રથમ દિવસે જ આ ફિલ્મે 25.5 કરોડ જેટલી જંગી કમાણી કરી લીધી હતી. માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ 'ક્રિશ 3' જમાવટ કરી રહી છે.જો વિદેશી કમાણીને દેશની કમાણીમાં ઉમેરવામાં આવે તો આ આંકડો 30 કરોડને વટાવી જાય છે.જ્યારે બીજા દિવસે પણ આ ફિલ્મે 23 કરોડની કમાણી કરી છે,આમ બે દિવસમાં જ ફિલ્મે દેશમાં 48 કરોડ જેવી જંગી કમાણી કરી છે.
આગામી દિવસોમાં દિવાળી રજાઓને લઈને આ કમાણીમાં વધુ વધારો જોવા મળશે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે.જોકે 'ક્રિશ 3'એ દિવાળી પર રીલિઝ થયેલી તમામ ફિલ્મ્સનાં વિક્રમો તોડી નાંખ્યા છે.
'ક્રિશ 3'એ તોડેલા અને સર્જેલા વિક્રમો અંગે જાણવા આ તસવીરો બદલો