તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલમાનને મળી નવી પ્રેમિકા તો કેટ રણબિર સાથે ફરવા ઉપડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રણબિર કપૂર અને કેટરિના કૈફ ભલે પોતાના સંબંધોને કબૂલવા માટે તૈયાર ન હોય પરંતુ બન્નેની નિકટતા કોઇનાથી છુપી નથી. તાજેતરમાં ખબર આવી છે કે, અર્જુન કપૂરનાં જન્મ દિવસની પાર્ટીમાં કેટ કથિત પ્રેમી રણબિર કપૂરથી નારાજ થઇ ગઇ હતી. ત્યાર બાદ રણબિરે કેટનાં મનામણા કરવા એક હોલિ ડેનું આયોજન કર્યું છે.
હાલ કેટરિનાની તબિયત પણ ખરાબ છે એવામાં જાણવા મળી રહ્યું છે કે, આ જોડી રજાઓ ગાળવા માટે સ્પેન જવાની છે. એક અગ્રણી દૈનિકનું માનીએ તો આ બન્ને ચાલુ સપ્તાહે જ રજા ગાળવા જવાનાં હતાં પરંતુ કેટની તબિયત બગડી હોવાથી આ આયોજન થોડુ પાછુ ઠેલવાયું છે. આ પહેલાં નવા વર્ષે પણ બન્ને ન્યૂયોર્કમાં રજા ગાળવા ગયા હતાં.
તો બીજી તરફ કેટનાં પૂર્વ પ્રેમી સલમાન ખાનને પણ નવી પ્રેમિકા મળી ગઇ છે. જોકે તેઓ આ અંગે કંઇ પણ બોલી રહ્યાં નથી. સલમાનનું નામ હાલ લુલિયા વેંતુર સાથે જોડવામાં આવી રહ્યું છે. તાજેતરમાં સલમાન તેની આ કથિત પ્રેમિકા સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. સલમાન અને કેટ હવે પોતાની જીંદગીથી ખુશ છે અને તે નવા સાથીઓની સાથે પણ ખુશ હોય તેમ લાગી રહ્યું છે.
રણબિર અને કેટની આ તસવીરો પર કરો એક નજર...