બેગમ કરિનાએ તોડી ખાનદાનની પરંપરા, પાર્ટીમાં પહેર્યા પારદર્શક કપડાં!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેતા કુણાલ ખેમુએ પોતાના 29માં જન્મદિવસ પર એક શાનદાર પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં અનેક બોલિવૂડ હસ્તીઓ હાજર રહી હતી. પાર્ટીમાં અરશદ વારસી, સલમાનની બહેન અર્પિતા અને ભાઈ સોહેલ ખાન પણ હાજર રહ્યા હતાં. તો ક્રિકેટર વિરાટ કોહલી પણ હાજર રહ્યો હતો.

આ સિવાય અભય દેઓલ, દિયા મિર્ઝા, શરમન જોષી સહિત અનેક સેલેબ્રિટીઝ પાર્ટીમાં પહોંચી હતી. સૈફ અલી ખાન પોતાની બેગમ કરિના કપૂર સાથે આવ્યો હતો.

પાર્ટીમાં કરિના કપૂરે કંઈક વધારે પડતા રિવેલવિંગ કપડાં પહેરી લીધા હતાં. બેબોએ લોંગ સ્કર્ટની સાથે એકદમ પારદર્શક વ્હાઈટ ટોપ પહેર્યું હતું. આ ટોપમાંથી તેના અંદરના કપડાં સ્પષ્ટ જોઈ શકાતા હતાં.