લગ્ન વગર જ શાહરૂખ ખાનનો ખાસ મિત્ર કરન જોહર બનશે 'બાપ'!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના જાણીતા નિર્માતા અને દિગ્દર્શક કરન જોહર બાપ બનવા જઈ રહ્યો છે. કરન લગ્ન વગર જ બાપ બનવાનો છે અને તેણે જ આ વાતનો સ્વીકાર કર્યો હતો. કરને જણાવ્યુ હતુ કે તે જલ્દીથી એક બાળકને દત્તક લેવાનો છે. વધુમાં તેણે જણાવ્યુ હતુ કે તેની સૌથી પહેલી પ્રાથમિકતા અત્યારે આ જ છે. તે પોતાના પરિવારને આગળ વધારવા ઈચ્છે છે. તે અને તેની માતા બાળકની સારી રીતે સંભાળ કરશે.

41 વર્ષીય કરને હજી સુધી લગ્ન કર્યા નથી. કરને બે દિવસ પહેલાં જ પોતાનો 41મો જન્મદિવસ મનાવ્યો હતો. આ પ્રસંગે આપેલી પાર્ટીમાં બી-ટાઉનની ઘણી મોટી હસ્તીઓ હાજર રહી હતી.

આમ તો, કરન અને વિવાદને ગાઢ સંબંધ છે. કરન પોતાના શો કૉફી વીથ કરનને કારણે વિવાદમાં ફસાયો હતો.