પપ્પા માટે અભિષેકે કંઈક એવું કર્યું, જોતા રહી ગયા સૌ કોઈ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમિતાભ બચ્ચનની ફિલ્મોના સંવાદો આજે પણ ચાહકોને યાદ છે. રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ 'બોલ બચ્ચન'ના ગીતમાં અભિષેક બચ્ચન અમિતાભના કેટલાંક સંવાદો બોલવાનો છે. ટાઈટલ ટ્રેકમાં બિગ બીની સાથે અજય દેવગણ અને અભિષેક બચ્ચન છે. આ ગીત ઘણું જ રમૂજી છે. આ ગીતમાં અમિતાભના જાણીતા સંવાદો છે. અભિષેક બચ્ચને આમાં પોતાની રીતે થોડો ફેરફાર કર્યો છે. 'મર્દ કો દર્દ નહીં હોત', 'દારૂ પીને સે લિવર ખરાબ હોતા નહીં'... ભારીતય સિનેમાના ઈતિહાસમાં આ ત્રણેય અભિનેતાએ આ ગીતમાં પહેલી જ વાર કામ કર્યું છે. તેઓની કેમેસ્ટ્રી કમાલની છે. આ ગીતમાં અજયે ભાગ્યા તૂટ્યા અંગ્રેજીમાં બોલ્યા છે. અજયને સાંભળીને દર્શકો લોટપોટ થઈ જશે, તે વાત નક્કી છે. આ ફિલ્મ છ જુલાઈના રોજ રીલિઝ થવાની છે.