IIFA 2014: Green Carpet પર બોલિવૂડ સ્ટાર્સનો ઝગમગાટ, તસવીરોમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડના તમામ સ્ટાર્સ આજકાલ ફ્લોરિડામાં ધૂમ મચાવી રહ્યાં છે. ટેમ્પામાં ચાલી રહેલા આઈફાનો આજે છેલ્લો દિવસ છે. 24 એપ્રિલથી આઈફાનો પ્રારંભ થયો છે.
એવોર્ડ્સ પહેલાં આ સ્ટાર્સ ગ્રીન કાર્પેટ પર જોવા મળ્યાં હતાં. આમાં અનિલ કપૂર, ગોવિદા, આફતાબ શિવદાસિની, અનુપમ ખેર, બિપાશા બાસુ, શ્રીદેવી, બોની કપૂર, બોમન ઈરાની, ડેવિડ ધવન, દિયા મિર્ઝા, દિવ્યા દત્તા, ગૌહર ખાન, ગુલશન ગ્રોવર, રીતિક રોશન, કલ્કિ કોચલીન, કરિના કપૂર, માધુરી દીક્ષિત, આર માધવન, મલાઈકા અરોરા ખાન, મિકા, મિલ્ખા સિંહ, મુકેશ ભટ્ટ, વાણી કપૂર, પરિણીતી ચોપરા, રાજકુમાર હિરાની, ઋચા ચઢ્ઢા, શરમન જોષી, સોનાક્ષી સિંહા, સહિતના સ્ટાર્સ જોવા મળ્યાં હતાં.
ફોટો સેશન દરમિયાન અનેક સ્ટાર્સ મસ્તી કરતા જોવા મળ્યાં હતાં. કેટલીક અભિનેત્રીઓ સાડીમાં તો કેટલીક વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી હતી.
તસવીરોમાં જુઓ આઈફાના ગ્રીન કાર્પેટ પર બોલિવૂડ સ્ટાર્સ.....