IIFA Live: એવોર્ડ્સ સમારંભની રંગીન રાત, આખું બોલિવૂડ ઉમટ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઇફામાં બરફી છવાઈ

મકાઉ આઇફા એવોર્ડ ૨૦૧૩માં બરફી ફિલ્મ છવાઈ ગઈ હતી. બેસ્ટ એક્ટર સહિ‌ત પાંચ એવોર્ડ્સ પર કબ્જો કર્યો હતો. રણબીર કપૂર શ્રેષ્ઠ અભિનેતા અને વિદ્યા બાલનને કહાની માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. બરફીને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટરના એવોર્ડ્સ મળ્યા હતા. જ્યારે અન્નુ કપૂરને વિકી ડોનરના અભિનય માટે બેસ્ટ સપોર્ટિગ એક્ટર અને અનુષ્કા શર્માને જબ તક હૈ જાન માટે બેસ્ટ સપોર્ટિગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. શ્રીદેવી અને પ્રભુદેવાએ પરફોર્મ કર્યું હતું. ૧૧૦ દેશોમાં આશરે પ૦૦ મિલિયન લોકો ટીવી પર આઇફા નિહાળ્યું હતું.

બેક સ્ટેજમાં સ્ટાર્સે ઘણી જ મસ્તી ધમાલ કરી હતી. આઈફા એવોર્ડ્સને આ વર્ષે શાહરૂખ ખાન અને શાહિદ કપૂર હોસ્ટ કર્યું હતું. જ્યારે દીપિકા પાદૂકોણ, અભિષેક બચ્ચન, પરણિતી ચોપરા, માધુરી દીક્ષિત, રણબિર કપૂર સહિતના સ્ટાર્સ પર્ફોમન્સ કરીને આઈફા એવોર્ડ્સને રંગીન બનાવી હતી.

અનુરાગ બસુની ફિલ્મ બરફીનો સૌથી વધારે એવોર્ડ્સ મળ્યા

બેસ્ટ અભિનેતા - રણબીર કપૂર (બરફી)
બેસ્ટ અભિનેત્રી - વિદ્યા બાલન (કહાની)
બેસ્ટ ફિલ્મ - બરફી
બેસ્ટ ડાયરેક્ટર - અનુરાગ બસુ (બરફી)
બેસ્ટ સપોર્ટિંગ મેલ - અનુ કપૂર (વિકી ડોનર)
બેસ્ટ સપોર્ટિંગ ફીમેલ - અનુષ્કા શર્મા (જબ તક હૈ જાન)
બેસ્ટ ડેબ્યુ ફીમેલ - યામી ગૌતમ (વિકી ડોનર)
બેસ્ટ ડેબ્યુ મેલ - આયુષ્માન ખુરાન (વિકી ડોનર)
બેસ્ટ અભિનેતા ઈન કોમેડી રોલ - અભિષેક બચ્ચન (બોલ બચ્ચન બોલ)
બેસ્ટ અભિનેતા ઈન નેગેટિવ રોલ (ઋષિ કપૂર) (અગ્નિપથ)
સ્ચાર જોડી ઓફ ધ યર - દીપિયા પાદૂકોણ અને રણબીર કપૂર
બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર - ગૌરી શિંદે (ઈંગ્લિશ વિંગ્લિશ)
બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્ટર - પ્રીતમ (બરફી)
બેસ્ટ લિરિક્સ - અમિતાભ ભટ્ટચાર્યા (અગ્નિપથ - મુજમેં કહી બાકી)
બેસ્ટ સિંગર મેલ - સોનુ નિગમ (અગ્નિપથ)
બેસ્ટ સિંગર ફીમેલ - શ્રેયા ઘોષાલ (અગ્નિપથ - ચિકની ચમેલી)
સ્પેશલ એવોર્ડ્સ - આઈફા ફોર એવર - યશ ચોપરા
ઈન્ડિયન ઈન્ટરનેશન સિનેમા આઉટ સ્ટેંડિંગ એચીવમેન્ટ - અનુપમ ખેર
આઉટ સ્ટેંડિંગ કોન્ટ્રીબુશન ટૂ ઈન્ડિયન સિનેમા - જાવેદ અખ્તર
હ્યુમેનિટી એવોર્ડ - શબાના આજમી
ડિજિટલ સ્ટાર ઓફ ધી યર - શાહરૂખ ખાન

આઈફા એવોર્ડ્સમાં કઈ કઈ ફિલ્મ, કઈ-કઈ અભિનેત્રીનું નામ ચર્ચાઈ રહ્યું છે આ વાંચવા માટે આગળ ક્લિક કરો...